જેતપુરમાં પત્ની સાથે આડાસબંધો રાખનાર યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો

47

જેતપુરના કેરાળી ગામે ૨૦ દિૃવસ પહેલા કુવામાંથી નિલેશ રણછોડભાઈ વસાવા (ઉં.વ.૨૫)નો મૃતદેહ મળી આવ્યો હતો. આથી વીરપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બાદમાં પોલીસ તપાસમાં નિલેશને કેરાળી ગામમાં રહેતા વિનોદૃ દિૃપસંગ વસાવાની પત્ની કવિતા સાથે પ્રેમ સંબંધ હોવાથી વિનોદે નિલેશને ચિક્કાર દૃારૂ પીવડાવી કુવાની પાળી પર બેસાડી ધક્કો મારી મોતને ઘાટ ઉતારી દીધાનું ખુલ્યું છે.
પોલીસે વિનોદ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેતપુર તાલુકાના કેરાળી ગામે મૂળ ભરૂચનો નિલેશ તેના પરિવાર સાથે કેરાળી ગામે ખેતમજૂરી કરવા આવ્યો હતો. નિલેશ વાડીએ જ રહી ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ ૨૭ નવેમ્બરના રોજ ગુમ થતા તેની શોધખોળ હાથ ધરી હતી. બાદૃમાં વાડીના કુવામાંથી તેનો મૃતદેહ મળી આવતા વીરપુર પોલીસે ગુનો દૃાખલ કરી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન દારૂનો મામલો બહાર આવતા શંકાસ્પદ હોવાનું માલુમ પડતા પોલીસે તપાસ હાથ ધરતા નિલેશનું કુવામાં પડી જવાથી મોત નહિ પરંતુ તેની હત્યા થયાનું માલુમ પડ્યું હતું. જેની હત્યામાં આ જ ગામમાં રહી ખેત મજુરી કરતો વિનોદ દિપસંગ વસાવા સંડોવાયેલો હોય તેની આકરી પૂછપરછ કરતા પ્રેમ પ્રકરણ બહાર આવ્યું હતું.