સ્મૃતિ ઈરાનીની સભામાં ખુદ બ્રિજેશ મેરજા ગેરહાજર રહેતા અટકળો થઇ શરૂ

રાજ્યની પેટા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, સભાઓ અને રેલીઓ નેતાઓ દ્વારા શરૂ થઈ છે, આક્ષેપ- પ્રત્યાક્ષેપ પણ સત્તાધારી પક્ષ વિપક્ષો વચ્ચે જામ્યા છે, ત્યારે આ પેટાચૂંટણી અંતર્ગત રોજ નવા નવા ટ્વિસ્ટ આવી રહૃાા છે. ત્યારે આવોજ એક ટ્વિસ્ટ મોરબીની પેટાચૂંટણીની સભામાં આવ્યો છે. જેમાં મોરબીની પેટા ચૂંટણી માટે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ પ્રચાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સ્મૃતિ ઇરાનીએ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે જાહેર સભા સંબોધી હતી. સભામાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા જ ગેરહાજર રહેતા અનેકવિધ અટકળો થઇ રહી છે.

સ્મૃતિ ઇરાનીની સભામાં પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાપ આઇ.કે. જાડેજા જયંતિ કવાડિયાપ અને ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહૃાા. નોંધનીય છે કે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા સભામાં હાજર હોતા તો સ્મૃતિ ઇરાનીએ પણ તેમના વક્તવ્યમાં એક પણ વખત બ્રિજેશ મેરજાનું નામ નથી લીધું સ્મૃતિ ઇરાનીની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહૃાા. ઉલ્લેખનીય છે કે જાહેર સભાને લઇને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. તેમ છતાં કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોના ખિસ્સા કપાયા હોવાનું સામે આવ્યું છે.