દેહવ્યાપારના ધંધાના સહારે નકલી પોલીસ બની આવેલી ચાર મહિલાઓ ઝડપાઈ

ખાડીયામા રહેતી ૫૦ વર્ષીય મહિલા પતિના મૃત્યુ બાદ એકલી રહે છે. તેના બે પુત્રોએ દીક્ષા લીધી છે જ્યારે એક પુત્રી લગ્ન કરી રાજકોટ ખાતે રહે છે. પતિના મૃત્યુ બાદ જીવન નિર્વાહ માટે આ મહિલા દેહવ્યાપાર કરતી હતી. પણ છેલ્લા ઘણા સમયથી તેણે આ કામ મૂકી દીધું હોવા છતાં પોલીસની ઓળખ આપી ચાર મહિલાઓ અને તેની ગેંગના લોકો તેના ઘરે ઘુસી ગયા હતા. મહિલાને તેની સામે અરજી આવી છે સ્ટેશન લઈ જઈને મારવાની ધમકી આપી ૩૦ હજાર માંગ્યા હતા. જોકે બુમાબુમ થતા લોકોએ ચારેય મહિલાને પકડી પોલીસ હવાલે કરી હતી. ત્યારે હવે આ કેસમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે જેમાં ખાખી વરદી પહેરીને એક લાખનો તોડ કરનારી વધુ એક મહિલાની ધરપકડ કરાઈ છે જ્યારે બે પુરુષો વોન્ટેડ છે.

શહેરના ખાડીયામાં આવેલી એક પોળમાં રહેતી ૫૦ વર્ષીય મહિલા તેની નણંદ સાથે રહે છે. તેના પતિ ૧૪ વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા. આ મહિલાને સંતાનમાં ૨૫ વર્ષની એક પુત્રી કે જેના લગ્ન રાજકોટ ખાતે થયા છે અને બીજા બે જુડવા પુત્રો હતા, જોકે આ બંને પુત્રોએ જૈન ધર્મની દીક્ષા લઈ જૈન મુનિ બની ગયા છે અને હાલમાં આ બંને મુનિઓ સુરત ખાતે આશ્રમમાં રહે છે. ખાડિયામાં રહેતી ૫૦ વર્ષીય મહિલાને પતિના મૃત્યુ બાદ જીવન નિર્વાહનું કોઈ સાધન નહીં હોવાથી તે ઘરે દેહ વ્યાપાર કરતી હતી. જોકે હાલ આ મહિલાએ દેહવ્યાપાર બંધ કરી દૃીધો છે. તે જ્યારે દેહવ્યાપાર કરાવતી હતી ત્યારે તેના ત્યાં પ્રીતિ જાદવ નામની એક યુવતી પણ આવતી હતી અને તે પણ તે પણ દેહ વ્યાપાર કરતી હતી.

ગઈકાલે આ ૫૦ વર્ષીય મહિલા તેના ઘરે હતી તેને રાત્રે પ્રીતિ જાદવ નામની યુવતી અન્ય ત્રણ યુવતીઓ સાથે આવી હતી. બાદમાં આ મહિલાના ઘરનું બારણું ખખડાવી તેને બહાર બોલાવી હતી. ત્યારે મહિલાના ઘરે આવેલી ચાર યુવતીઓ સાદા ડ્રેસમાં હતી અને મોઢા પર દુપટ્ટા તથા માસ્ક પહેરીને આવી હતી. પ્રીતિ નામની યુવતીએ ૫૦ વર્ષીય મહિલાને પોતે તથા તેની સાથે આવેલી તમામ યુવતીઓ પોલીસ હોવાનું કહી મહિલા પર રોફ જમાવ્યો હતો.