ડીસામાં એક મહિલા અને બે પુરૂષો સાથે ચાલતા કુટણખાનો થયો પર્દાફાશ

બનાસકાંઠા જિલ્લાનાં ડીસા શહેર માંથી કુટણખાનું ઝડપાયું છે. કુટણખાનું ચલાવતી બે મહિલા સહિત પાંચ લોકોની અટકાયત થઈ છે, જ્યારે નિરોધ એચ આઈ. વી.કીટ સહિત ૨૦ હજાર નો મુદ્દામાલ જપ્ત કરી પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કોરોના મહામારી ના સમયમાં બનાસકાંઠા જિલ્લામાંથી ફરી એકવાર કુટણખાનું ઝડપાયું છે. ૧૫ દિવસ અગાઉ થરાદમાંથી કુટણખાનું ઝડપાયાના બાદ આજે ડીસા શહેરની સાર ટાઉનશીપ ભાગ-૨ માંથી પણ પોલીસે કુટણખાનું ઝડપી પાડયું છે. અને દેહ વ્યાપાર નો ધંધો કરતી બે મહિલાઓ સહિત કુલ પાંચ લોકોની અટકાયત કરી છે.

ડીસાના નાયબ પોલીસ અધિક્ષકને કુટણખાનું ચાલતું હોવાની માહિતી મળતાં જ તેમણે આજે ડીસાની સાર ટાઉનશીપ સોસાયટી ભાગ-૨ માં તપાસ હાથ ધરી હતી. અને પોલીસે બે ડમી ગ્રાહક મોકલી ડીકોય ગોઠવી હતી અને ડમી ગ્રાહકને રહેણાંક મકાનમાં ગ્રાહક તરીકે મોકલ્યો હતો બાદમાં પોલીસે દરોડા પાડતા ઘરમાંથી બહારથી છોકરીઓ મંગાવી દેહ વ્યાપાર નો ધંધો કરતા હોવાનું માલુમ પડ્યું હતું. અને આ કુંટણખાન માંથી બે મહિલાઓ અને ૩ પુરુષો રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે અત્યારે ઘરમાંથી કોન્ડમ, એચ.આઈ.વી.કીટ અને મોબાઇલ સહિત ૨૦ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જ્યારે પાંચેય આરોપીઓ સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેંશન એકટ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ દરોડામાં પોલીસે પૂજા ટિકચંદ શ્રીમાળી, અશોક ચમનભાઈ, શંકર પુરાભાઈ ચૌધરીસ અલ્પેશ રુઘનાથભાઈ દેલવાડિયા૫…મહેશ સોનારામ પુરોહિતની ધરપકડ કરી છે. આ અંગે નાયબ પોલીસ અધિક્ષક ડૉ.કુશલ ઓઝાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ’ આજે સવારે ૪.૩૦ અને પાંચ વાગ્યાની આજુબાજુ ડીસા સાર ટાઉનશીપ-૨માં બાતમી આધારે ડમી ગ્રાહકો મોકલી અને અનૈતિક વ્યાપરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કેસમાં ૫ આરોપીની અટક કરવામાં આવી છે. આ સાથે એક મહિલાને રેસ્ક્યૂ કરવામાં આવી છે. આ દરોડામાં ૨૦,૫૦૦નો મુદ્દામાલ ઝપ્ત કરવામાં આવ્યો છે.