નવા વર્ષના બીજા દિવસે ભરૂચના ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતા સિવિલ હોસ્પિટલના ગેટ પાસે જ પ્રસૂતિ કરવાની ફરજ પડી હતી. જોકે, સફળ પ્રસૂતિ બાદ મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. ત્યારે ગુજરાત સરકારની ૧૦૮ ઇમરજન્સી સેવાની વધુ એક પ્રશંસનીય કામગીરી સામે આવી છે. ગઈકાલે સવારે ૧૦:૨૪ કલાકે કોલ મળતાની સાથે પલેજ ૧૦૮ એમ્બ્યુલન્સ સીએચસી પાલેજ ખાતે પહોંચી હતી. કેશનાડની રહેવાસી મહિલા અરૂણા વસાવાને વધુ તકલીફ હોવાથી તેમને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવા પડે તેવી પરિસ્થિતિ ઉદૃભવી હતી.
ત્યારે ૧૦૮ ના ઈએમટી હિતેશભાઈ ચમાર અને પાઇલોટ મુનફભાઈ દ્વારા એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવાઈ રહૃાા હતા. ત્યારે સિવિલ હોસ્પિટલના ગેટ પર પહોંચતા ઈએમટી હિતેશભાઈને મહિલામાં ડિલીવરીનાં લક્ષણો દેખાયા હતા. ત્યારે બંનેએ ભેગા મળીને એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવી હતી. સૂતિ વખતે બાળકના ગળામાં નાળ વીંટળાયેલ હોવાથી અમદાવાદ ૧૦૮ આોફિસમા બેસેલા તબીબનું માર્ગદર્શન લેવાયું હતું. ત્યારે હેમખેમ બાળકના ગળામાથી નાળને કાઢીને તેનો જીવ બચાવી લેવાયો હતો.
જન્મ સમયે બાળકે કોઈ પણ પ્રકારની હરકત ન કરતા તેને ફરીથી તબીબ પાસે લઈ જવાયા હતા. ડોક્ટરની સલાહ મુજબ સારવાર મળતા જ બાળકને નવુ જીવન મળ્યું હતું. અરૂણાબેનને દીકરાને જન્મ આપતા જ તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અરૂણાબેન અને બાળકને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મહિલાના પરિવારે ૧૦૮ એમ્બ્યુલન્સની કામગીરીને બિરદાવી હતી.