હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક ફરીવાર કેમ થઇ ઇમોશનલ? જાણો શું કહ્યું …

હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક ફરીવાર કેમ થઇ ઇમોશનલ? જાણો શું કહ્યું ...
હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક ફરીવાર કેમ થઇ ઇમોશનલ? જાણો શું કહ્યું ...

હાર્દિક પંડ્યાના ફેન્સ તેના છૂટાછેડાના સમાચારથી દુખી છે. હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે ઘણા સમયથી એક સાથે તસવીર પોસ્ટ નથી કરી.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમનીમાં પણ હાર્દિક પંડ્યાં પત્ની વગર પહોંચ્યો હતો. બંને છૂટાછેડાને લઈને મૌન છે. ત્યારે હવે એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિકે હાર્દિક પંડ્યાને છૂટાછેડાના સ્પષ્ટ સંકેત આપ્યા છે.

હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક ફરીવાર કેમ થઇ ઇમોશનલ? જાણો શું કહ્યું … નતાશા

નતાશા સ્ટેનકોવિક ઘણા સમયથી છૂટાછેડાની અફવાઓ પર ચુપ છે. ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ફેન્સને આશા હતી કે નતાશા છૂટાછેડાની ચર્ચાનું ખંડણ કરશે પરંતુ આવું ન થયું. હવે નતાશાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જે બ્રેકઅપની અફવાઓની પુષ્ટી કરે છે. નતાશા વીડિયોમાં કહે છે કે, ‘હું તમને બધાને યાદ અપાવા માગુ છું કે ભગવાને લાલ સાગરને નથી હટાવ્યો, તેમને માત્ર તેને વિભાજીત કર્યો છે. તેનો અર્થ થાય છે કે ભગવાન તમારા જીવનમાં ક્યારે પણ સમસ્યા હટાવશે નહીં પણ તેની વચ્ચેનો રસ્તો બનાવશે.’

હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક ફરીવાર કેમ થઇ ઇમોશનલ? જાણો શું કહ્યું … નતાશા

હાર્દિક પંડ્યાં સાથે છૂટાછેડાની અફવાઓ વચ્ચે એક્ટ્રેસ પોતાના દીકરા અગસ્ત્યની સાથે સમય વિતાવી રહી છે. એક્ટ્રેસે શનિવારે 6 જુલાઈની સવારે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીર અને વીડિયો પોસ્ટ કર્યા હતા. તે પોતાના દીકરા સાથે સાયન્સ મ્યુઝિયમમાં જોવા મળી હતી. નતાશાએ પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, ‘જીવન માટે આભારી છું.’

હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક ફરીવાર કેમ થઇ ઇમોશનલ? જાણો શું કહ્યું … નતાશા

નતાશા અને હાર્દિકના લગ્નને 4 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. કપલને એક દીકરો પણ છે જેનું નામ અગસ્ત્ય છે. બંનેએ 31 મે 2020ના રોજ લગ્ન કર્યા હતા જેના અઢી વર્ષ પછી ફેબ્રુઆરી 2023માં કપલે પારંપરિક રીતે લગ્ન કર્યા હતા. હાર્દિકના છૂટાછેડાની અફવાઓ ત્યારે શરૂ થઈ જ્યારે નતાશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હેન્ડલ પરથી પંડ્યા સરનેમ હટાવી હતી. તે આઈપીએલથી લઈ ટી20 વર્લ્ડ કપ સુધી એક પણ મેચમાં હાર્દિક પંડ્યાને સપોર્ટ કરતી જોવા નથી મળી.

રસપ્રદ વાત એ છે કે નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર કુણાલ પંડ્યાની તે પોસ્ટને લાઈક કરી હતી જે તેણે પોતાના ભાઈ હાર્દિક માટે શેર કરી હતી. જો કે, નતાશાએ હાર્દિક અને વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયાની કોઈપણ પોસ્ટ શેર કરવાનું ટાળ્યું હતું.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here