કોરોના વાયરસ ફેલાયેલ હોવા છતાં ભાજપ ધ્વારા જાહેર કાર્યક્રમનું આયોજન કરવાના મામલે સોશ્યલ મીડિયામાં વરાછાના આહીર જ્ઞાતિના દિપક હડીયા નામના યુવાને ટીકા ટીપ્પણી કરી હતી. આ મુદે ભાજપની મહિલા કાર્યકર કોમલ પટેલે સરથાણા પોલીસ મથકમાં લેખિત અરજી કરી હતી. જેના પગલે સરથાણા પોલીસે તાકાલિક યુવાનને ઘરેથી ઉઠાવી લાવીને માર માયો હતો. ઉપરાંત મહિલા કોમલ પટેલે પણ યુવાનને પોલીસ મથકમાં તમાચા માર્યાના આક્ષેપ મામલો ગરમાયો હતો. પોલીસે બંને પક્ષોની ફરીયાદ લેવાની કાર્યવાહી હાથ ધરી છે. બનાવના પગલે આહીર સમાજ હિત રક્ષક સમિતિના કાર્યકરો સરથાણા પોલીસ મથકે ધસી જઇને ઘટનાને વખોડી કાઢી છે.હાલ કોરોનાની મહામારી હોવા.
છતાં ભાજપ પક્ષ દ્વારા જાહેર કાર્યક્રમ યોજવામાં આવતા સોશ્યલ મિડીયામાં વરાછાની વર્ષા સોસાયટીમાં રહેતા દિપક દેવાયતભાઈ આહીરએ ટીક ટીપ્પણી કરી હતી, જેની સામે ભાજપના કાર્યકરોએ વળતો જવાબ આપ્યો હતો. સોશ્યલ મિડીયામાં સામસામે બંને પઢોએ કોમેન્ટ અને આક્ષેપ કર્યા હતા. જેમાં વરાછા વિસ્તારની ભાજપની મહિલા કાર્યકર કોમલ પટેલે સરથાણા પોલીસ મથકમાં સોશ્યલ મિડીયામાં ટીકા કરવા બદલ લેખિત ફરીયાદ કરી હતી. લેખિત અરજી પાછી સરથાણા પોલીસે તરત જ દિપક આહીરને ઉઠાવી લાવીને કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ પોલીસે તેને પોલીસ મથકમાં માર માર્યો હતો. પોલીસની હાજરીમાં કોમલ પટેલ પણ દિકપ આહીરને તમાચા માર્યા હતા આવો આક્ષેપ કૉંગ્રેસ અને યુવકના બચાવમાં આવેલા લોકો કર્યો હતો.
આ મુદ્દે કોંગ્રેસની મહિલા અગ્રણી ભારતી પટેલ અને આહીર સમાજના યુવાનો સરથાણા પોલીસ મથકે ધસી જઇને દિપક આહીરની ફરીયાદ નોંધવા માટે પોલીસ સમક્ષ રજુઆત કરી હતી. મોડી સાંજે સરથાણા પોલીસે બંને જૂથની ફરીયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે. પોલીસ મથક બહાર ટોળાં એકત્ર થતાં મામલો ઉગ્ર બન્યો હતો. એક તબકે સરથાણા પોલીસ મથકમાં લોકટોળાં ઉમટી પડતાં પોલીસે બળપ્રયોગ કરીને ટોળાને વિખેરવા પડયા હતા. સોશ્યલ મિડીયામાં ટીકાના મુદે થયેલા હોબાળાના કારણે ભાજપના કોર્પોરેટર ભવાનભાઈ સિગારા, ભરત મોનાભાઈ વઘાસીયા, જયારે કેંગ્રેસના દિનેશ કાછડીયા, ચંદુ સોજીત્રા, ભાવેશ રબારી અને પાસના કન્વીર અલ્પેશ કિરિયા, માઈકલ વાધાણી સહિત સરથાણા પોલીસ મથકે દોડી ગયા હતા.