સુરેન્દ્રનગરના યુવાનને હેરાન કરી યુવતીએ પૈસા માંગતા યુવાને જીવન ટુંકાવ્યું

સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં રહેતાં યુવકને મહારાષ્ટ્રની યુવતી સાથે ઓળખાણ કરાવી એક લાખ રૂપિયા લઈ બીજા રૂપિયાની માગ કરી ધમકી આપતાં યુવેક ગળેફાંસો ખાઈ લેતાં ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવેલ છે. હાલ દીકરા સામે દીકરીઓની સંખ્યા ઘટતી જાય છે, ત્યારે લોકોને પોતાના દીકાર આદિવાસી કે પરપ્રાંતિય યુવતીઓ સાથે રૂપિયા આપીને લગ્ન કરાવવા પડે છે. ત્યારબાદ અલગ-અલગ રીતે છેતરાતા હોય છે કે રૂપિયા દાગીના પડાવતા હોય છે.

સુરેન્દ્રનગરના રતનપરના યુવકને તો મહારાષ્ટ્રની યુવતી સાથે લગ્ન કરી પોતાનો જીવ ગુમાવવાનો વારો પડ્યો છે. જેમાં રતનપર રહેતાં બુધાભાઈ વોરાના પુત્ર કિશન માટે લગ્ન કરવા માટે યુવતી શોધતા હતા. ગણપતિ ફાટસર પાસે રહેતાં હસમુખ જીતીયા અને જ્યોતી હસમુખે કિશનના લગ્ન કરવા માટે મહારાષ્ટ્રના ભોલુ સાથે ઓળખાણ કરાવી હતી. ત્યારબાદ ભોલુએ કિશન માટે કિર્તી નામની છોકરી શોધી હારહોરા કરાવી લગ્ન કરાવી આપ્યા હતા.

એ સમયે એક લાખ રૂપિયા લગ્ન માટે આપ્યા હતા. ત્યારબાદ આ છોકરીએ બીજા રૂપિયા માગવાનું શરૂ કર્યું હતું. અને ધમકી પણ આપી હતી. છેવટે કિશને ગળેફાસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જેથી મૃતક યુવકના પિતાએ જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં યુવતી સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. આ બાબતની આગળની તપાસ જોરાવરનગર પોલીસ ચલાવી રહી છે.