સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટર બહાર ૧૦૮માં એક કોરોના પોઝિટિવ સગર્ભાએ પ્રસૂતિમાં બાળકને જન્મ આપ્યો હતો. ઘટનાની જાણ બાદૃ ટ્રોમાં સેન્ટરની સિસ્ટર અને બ્રધર્સ દોડી ગયા અને ક્લિનિકલ તમામ પ્રોસેસ કરી માતા અને બાળક વચ્ચેની નાદ કાપી બન્નેને તાત્કાલિક ટ્રોમાં સેન્ટરમાં લઈ આવ્યા હતા. રાત્રે આઠ વાગે ૧૦૮માં લવાયેલી મહિલા ઇન્દિરા નગર ભટારની હોવાનું બહાર આવ્યું હતું.
રત્નાબેન અભિમન્યુ સોલંકીને પ્રસૂતિની પીડા ઉપડતા ૧૦૮માં સિવિલના કોવિડ-૧૯ હોસ્પિટલમાં લવાયા હતા. જ્યાં કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ પોઝિટિવ આવતાની સાથે જ પ્રસૂતિની પીડા વધી ગઈ હતી. જેથી તેમને ૧૦૮માં તાત્કાલિક ટ્રોમા સેન્ટરમાં લવાયા હતા. જોકે આ બાબતે ટ્રોમના ડૉક્ટર કે જાણ કરાઈએ પહેલાં જ રત્ના બેને ૧૦૮માં બાળકને જન્મ આપ્યો હતો. બીજી બાજુ ૧૦૮માં પ્રસુતિ થઈ હોવાની જાણ થતા જ ડોક્ટર અને સિસ્ટરો દોડી આવ્યા હતા.
અને નાળ કાપી માતા અને બાળકને છુટા પાડી ટ્રોમાં સેન્ટરમાં લઈ આવ્યા હતા. ત્યારબાદ બાળક ને એનઆઈસીયુમાં રીફર કરવામાં આવ્યો હતો અને માતાને ગાયનીક વોર્ડમાં મોકલી આપવામાં આવી હતી. જોકે કોરોના પોઝિટિવ સગર્ભાને પ્રસુતિ બાદ તાત્કાલિક સારવાર આપનાર મિલી સિસ્ટર અને ડોક્ટરોની કામગીરીને પરિવારે પણ અવકારી આભાર વ્યક્ત કર્યો હતો.