કાકા તેની ભત્રિજીને દવાખાને લઈ જતા હતા એ દરમિયાન કાપોદ્રા સર્કલ પર ટ્રાફિક સિગ્નલ પર ઉભા હતા. તે દૃરમિયાન એક યુવકે યુવતીના કમરના ભાગ હાથ ફેરવીને શારીરિક છેડતી કરી હતી. જેથી ભત્રિજીએ કાકાને સમગ્ર ઘટનાની જાણ કરતાં યુવકને પોલીસ હવાલે કરવામાં આવ્યો છે.
ટેક્સટાઈલના વેપાર સાથે સંકળાયેલા કાકા તેની ભત્રિજીને દવાખાને લઈ જઈ રહૃાાં હતાં. આ દરમિયાન જવાહરનગર ચાર રસ્તા પાસે આવેલ ખોડીયાર પાનના ગલ્લાની સામે જાહેર રોડ પર ટ્રાફિક સિગ્નલ હોવાથી કાકાએ પોતાનું બાઈક ઉભું રાખી દૃીધું હતું. આ દરમિયાન બાઈકમાં કાકાની પાછળ ભત્રિજી બેઠી હતી. તેણે કાકાને વાત કરી કે સામે ઉભેલ અજાણ્યો શખ્સ પાછળથી કમરના ભાગે સ્પર્શ કરી છેડતી કરી છે.જેથી કાકાએ બાઈકને સાઈડમાં કરી દઈ અજાણ્યાને ટ્રાફિક પોલીસની મદદથી ઝડપી લઈ પોલીસ હવાલે કર્યો હતો.
૧૦૦ નંબર પર ફોન કરીને પોલીસને બોલાવતા પોલીસ કાફલાએ આવીને છેડતીખારને ઝડપી લીધો હતો. છેડતી કરનારે પોતાનું નામ રતિલાલ ઉર્ફે રાજુ જેન્તીભાઈ અઘારા (ઉ.વ.૩૨) રહે. કાપોદ્રા ચાર રસ્તા સુરતના હોવાનું જણાવ્યું હતું. હાલ પોલીસે આરોપી રાજુ અઘારાને ઝડપી લઈને કાયદૃેસરની કાર્યવાહી હાથ ધરી છે.