સુરતમાં મહિલાને વાતોમાં ભોળવી દઇને ઠગ ૧૦ હજાર લઇ ફરાર

59
SaurashtraKranti logo favicon
SaurashtraKranti logo favicon

છૂટા રૂપિયા આપવા મામલે ચોકબજારના એક ચીટરનો વધુ એક દુકાનદાર ભોગ બન્યો છે. છેલ્લા છ મહિનામાં લગભગ ૭ લોકો આ ચીટરનો ભોગ બન્યા છે. છતાં હજુ સુધી આ ઠગ પોલીસની પકડમાં આવતો નથી.હની પાર્ક રોડ પર ન્યૂ અડાજણ વિસ્તારમાં આવેલા વી ૩ કોર્નર પર પ્રમુખ મેડિકલ સ્ટોરમાંથી મહિલાને વાતોમાં ભોળવી દઈને ૧૦ હજાર રૂપિયાની છેતરિંપડી કરવામાં આવી છે. આ ઠગ સીસીટીવીમાં કેદ થયો છે.

છેલ્લા છ મહિનામાં આ ચોરે ૭ જણાને શિકાર બનાવ્યા છતાં પોલીસે એક પણ ગુનો નોંધ્યો નથી. ગુનો કયા કારણોથી નોંધતી નથી તે એક તપાસનો વિષય છે. ઠગની રહેઠાણ સહિતની માહિતી પોલીસ પાસે આવી ગઈ છે. છતાં પોલીસ ગુનો દાખલ કરવામાં કેમ વિલંબ કરે છે તે તપાસનો વિષય છે. જેનો વધુ એક દુકાનદાર મહિલા શિકાર બની છે.

સોશિયલ મીડિયામાં આ ઠગના વીડિયો અને મેસેજ પણ વાઈરલ કરવામાં આવી રહૃાો છે. જેમાં આ ઠગ દેખાય તો તેના વિષે લોકોને માહિતી આપી તેને પકડવામાં મદદરૂપ થવા માટે વિનંતી કરવામાં આવી છે. હાલ આ ઠગ વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદની અરજી આપવામાં આવી છે.