સુરતમાં હવે ગુનેગારોને કોઈ ડર જ ન રહૃાો હોય તેમ દરરોજ નવા નવા કિસ્સા સામે આવી રહૃાા છે. રાજ્યમાં વ્યાજખોરો સામે કડક હાથ કામ લેવાની સૂચના હોવા છતાં દરરોજ વ્યાજખોરોના ત્રાસના અનેક બનાવો સામે આવતા રહે છે. આવો વધુ એક બનાવ સુરતમાં નોંધાયો છે. સુરતના પાલનપુર પાટિયા ખાતે રહેલા એન ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા ડેરી મલિકનું મહિલા ફાઇનાન્સર તેના સાગરિત સાથે મળીને અપહરણ કરી લીધું હતું. જે બાદમાં તેઓને અમરોલી વિસ્તારમાં લઈ જઈને માર મારી કોરા ચેક પર સહી કરાવી લીધી હતી. આ મામલે ડેરી માલિકે અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સુરતમાં વ્યાજખોરો વિરુદ્ધ સતત પોલીસ મથકે ફરિયાદો આવી રહી છે.
વ્યાજખોરો પઠાણી ઉઘરાણીની સાથે સાથે નાણા લેનાર લોકોને માર પણ મારતા હોય છે. આવા કિસ્સામાં અનેક વખત વ્યાજે પૈસા લેનાર વ્યક્તિઓ આપઘાત પણ કરી લેતા હોય છે. સુરતના પાલનપુર પાટિયાની કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા અને ઘર નજીક યોગેશ્ર્વર ડેરી નામે દુકાન ચલાવતા ચિરાગ ચીમનલાલ પટેલના નાના ભાઈ હાર્દિૃકે એક મહિલા પાસેથી કેટલાક રૂપિયા વ્યાજે લીધા હતા. જે મામલે ડિમ્પલ પટેલ નામની મહિલા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પૈસાની લેતીદેતીમાં વિવાદ ચાલી રહૃાો હતો. હાર્દિૃકના મોટાભાઇ ચિરાગે ડિમ્પલને ૪.૩૮ લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં ચારેક દિવસ અગાઉ ડિમ્પલ ચિરાગની દુકાને ઘસી આવી હતી અને હાર્દિૃક સાથે ઝપાઝપી કરી હતી.
જેથી ચિરાગે દરમિયાનગીરી કરી હતી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ડિમ્પલે રોહિત રબારી નામના માથાભારે યુવાનને ફોન કરી બોલાવ્યો હતો અને માર મારીને ચિરાગનું કારમાં અપહરણ કરી લીધું હતું. જે બાદૃમાં તેને અમરોલી વિસ્તારમાં લઈ ગયા હતા. અહીં ડિમ્પલ અને રોહિત રબારીએ ચિરાગ પાસે ૨.૫૦ લાખ રૂપિયા અત્યારે જ જોઈશે તેમ કહીને ચિરાગને માર માર્યો હતો. ચિરાગે જ્યારે કહૃાુ હતુ કે હિસાબ પૂરી થઈ ગયો છે, હવે ક્યાં પૈસા લેવાના બાકી છે. જે બાદમાં રોહિતે ’રૂપિયા તો તારે આપવા જ પડશે, નહીં તો જોવા જેવી થશે’ તેમ કહીને ધમકી આપી હતી.