એક બાજૂ જ્યાં હાથરસની ઘટનાથી આખા દૃેશમાં વિરોધ પ્રદૃર્શનો ચાલી રહૃાા છે ત્યારે ગુજરાતમાં પણ દૃુષ્કર્મની ઘટનાઓ થોભવાનું નામ નથી લઇ રહી, આજે ગુજરાત કોંગ્રસ આખા રાજ્યમાં પ્રતિકાર રેલી કરી રહી છે. પરંતુ જાણે દૃુષ્કર્મ આચરનારા નરાધમોને આટલા વિરોધના વંટોળ વચ્ચે પણ કોઇ ડર નથી. હવે સિહોર તાલુકાના મઢડામાં ૯ વર્ષની બાળકી સાથે દૃુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. સિહોર તાલુકાના મઢડા ગામમાં રહેતા અને મૂળ ગારીયાધાર પંથકના વતની અને હાલ ભાવનગર રહેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
૩૦ વર્ષીય મહિલા દ્વારા સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદૃ નોંધાવી છે કે તેઓનો પરિવાર મઢડા ગામે રહેતા હતા ત્યારે આજથી ૨ માસ પહેલા તા.૧૨.૦૮.૨૦૨૦ના મોડી રાતના ૧ કલાકે પોતાના ઘરે ૯ વર્ષીય દૃીકરી પોતાના ઘરે એકલી હતી, ત્યારે એકલતાનો લાભ લઇ બળજબરી પૂર્વક ઘરમાં ઘુસી ૧૭ વર્ષીય તરુણે દૃુષ્કર્મ આચર્યુ હતું. ત્યાંરે આ બાબતે તરૂણના પરિવાર ઠપકો આપવા જતા સગીરના પરિવાર ઉપર અપશબ્દૃો બોલ્યા અને જાનથી મારી નાંખવાની પણ ધમકી સગીરના પીતા તથા કાકાએ આપેલ.
ત્યારે આ પરિવાર ગામ છોડીને ચાલ્યા ગયા હતા. જયારે આ ઘટના ની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા સગીરવયના આરોપીની ધરપકડ કરી બાળ અદૃાલતમાં રજુ કરવામાં આવ્યો હતો. બાદૃમાં રાજકોટ ઓબ્ઝર્વેશનમાં મોકલી આપેલ છે. જયારે ધમકી આપનાર બંને શખ્સોને પણ કોર્ટમાં રજૂ કરતા જેલ હવાલે કર્યા છે. આમ જઘન્ય કૃત્યની આ ઘટનાથી સિહોરના મઢડા ગામમાં અરેરાટી ફેલાઇ ગઈ છે.