વરાછામાં પ્રેમિકાના ભાઈએ પ્રેમી પર ચપ્પાના ઘા મારી કર્યો જીવલેણ હુમલો

46

સમાજમાં હજુ પણ કેટલાક લોકો આંતરજ્ઞાતી લગ્ન સંબંધનો સ્વીકાર નથી કરી શકતા. અને જો ઘરમાં કોઈ દીકરી આ પ્રકારનું પગલું ભરે તો, લોહીયાળ જંગ ખેલવામાં આવ્યા હોય તેવી ઘટનાઓ પણ અનેક વકત સામે આવીતી હોય છે. આજે પણ સુરતમાં આવો જ એક પ્રેમ પ્રસંગનો મામલો સામે આવ્યો છે. જેમાં પ્રેમિકાના ભાઈઓએ બહેનના પ્રેમી પર જીવલેણ હુમલો કર્યો છે. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વરાછા લંબે હનુમાન રોડ જનતા નગર એપાર્ટમેન્ટમાં આવેલા એક રૂમમાં યુવકને બોલાવી જાનથી મારી નાંખવાના ઇરાદે ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમિકાના ભાઈઓ દ્વારા બહેનના પ્રેમી યુવકને ઘરે બોલાવીને ચાકુના ઘા મારી મારવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. વિગતે ઘટનાની વાત કરીએ તો, અમરોલી રામનગર સોસાયટીમાં રહેતા દિનેશભાઈ ખભાઈ મહાજન મજુરીનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. દિનેશભાઇના ભાઇ દિપક લંબે હનુમાન રોડ પર આવેલ એક એપાર્ટમેન્ટમાં એક યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો. આ પ્રેમ સંબંધ યુવતીના ભાઇ ધર્મેશ અને તેના પરિવારને સ્વીકાર ન હતો. જેથી આ પ્રેમ સંબંધને લઇ યુવતીના ભાઈ ધર્મેશે બહેનના પ્રેમી દિપકને મારવાના ઇરાદે સોમવારે મોડી સાંજે પોતાના ઘરે બોલાવ્યો હતો.

દિપક ઘરે આવતાં જ ધર્મશે તેના પર ચાકુ વડે હુમલો કરી ઉપરા છાપરી શરીર પર ત્રણ થી ચાર ઘા મારી દીધા હતા. પરિણામે દિપક લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાઈ પડ્યો હતો, ત્યારબાદ ધર્મેશ ત્યાંથી ભાગી છુટ્યો હતો. આ બનાવ અંગે આજુબાજુના લોકોને જાણ થતાં તત્કાલ દિૃપકને સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હાલ તેની સારવાર ચાલી રહી છે. પોલીસે દિપકના ભાઈ દિનેશભાઈની ફરીયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.