Home Female રાધિકા આપ્ટેને લગ્ન પર વિશ્ર્વાસ નથી, કહૃાું- વિઝા માટે કર્યા હતા લગ્ન

રાધિકા આપ્ટેને લગ્ન પર વિશ્ર્વાસ નથી, કહૃાું- વિઝા માટે કર્યા હતા લગ્ન

રાધિકા આપ્ટેએ તાજેતરમાં જ તેના લગ્ન વિશે એક મોટું નિવેદન આપ્યું છે. રાધિકાએ કહૃાું હતું કે બ્રિટિશ સંગીતકાર બેનેડિક્ટ ટેલર સાથે તેણે એ માટે લગ્ન કર્યા હતા કેમ કે તેને આસાનીથી વિઝા મળી જાય. તેણે એમ પણ કહૃાું હતું કે તે લગ્નમાં ભરોસો કરતી નથી. હકીકતમાં રાધિકા આપ્ટે હાલમાં લંડનમાં તેના પતિની સાથે રહે છે. તેણે હાલમાં જ વિક્રાંત મેસ્સી સાથે લાઇવ ચેટ કરી હતી જેમાં બંનેએ એકબીજાને સવાલો કર્યા હતા.

વિક્રાંતે પૂછ્યું હતું કે રાધિકા, તમે લગ્ન ક્યારે કર્યા હતા? ત્યારે રાધિકાએ જવાબ આપ્યો હતો કે જ્યારે મને ખ્યાલ આવી ગયો કે લગ્ન કરવાથી તમને આસાનીથી વિઝા મળી શકે છે ત્યારે મેં લગ્ન કર્યા હતા. મને લાગે છે કે અહીં કોઈ મર્યાદા હોવી જોઇએ નહીં. મને લગ્નમાં ખાસ વિશ્ર્વાસ પણ નથી. મેં માત્ર એટલા માટે જ લગ્ન કર્યા હતા કેમ કે મને વિઝા મળી જાય અને અમે સાથે રહેવા માગતા હતા. રાધિકા આપ્ટે છેલ્લે રાત અકેલી હૈમાં જોવા મળી હતી. જેમાં રાધિકાની સાથે નવાઝુદ્દીન સિદ્દિકી લીડ રોલમાં હતા.

RELATED ARTICLES

Most Popular