અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ યુવતીનો ફોટો મેળવી મોર્ફ કરી નગ્ન ફોટો બનાવી બ્લેકમેઇલ કરી રહૃાો હતો. આરોપી યુવતીના એક તરફી પ્રેમમાં હોવાનું સામે આવ્યું છે. જોકે બંને એક બીજાને ઓળખતા પણ નથી જેથી અન્ય લોકો માટે પણ ચેતવણી સામાન કિસ્સો છે.
અમદાવાદની સાયબર ક્રાઈમની ગિરફતમાં આવેલ આરોપી પ્રશાંત ભોયાએ એક તરફી પ્રેમમાં પાગલ બનીના કરવાનું કામ કરી દીધો છે. આરોપી સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરે છે. અને તેને ફેસબુકમાં યુવતીના નામે ખોટી આઈડી બનાવી ફરિયાદી યુવતી સાથે મિત્રતા કેળવી અને તેના ફોટો લઈ મોર્ફ કરી નગ્ન ફોટો બનાવી યુવતીને મોકલી આપેલ અને યુવતી ને મિત્રતા રાખવા દબાણ કરી રહયો હતો.
સાયબર ક્રાઈમ ને એક યુવતીએ ફરિયાદ આપી અને ફરિયાદના આધારે સાયબર ક્રાઇમે આરોપી સુધી જઈ તેની ધરપકડ કરી અને તપાસ શરૂ કરી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી એ યુવતી ને ફેસબુક માં જોઈ અને એક તરફી પ્રેમ માં પડી ગયો હતો.
પેહલા આરોપીએ પોતાની અસલી ફેસબુક આઈડી થી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલેલ પરંતુ યુવતીએ સ્વીકારેલ નહીં ત્યાર બાદ તેને યુવતીના નામે આઈડી બનાવી મિત્રતા કરી ફોટો મેળવી બ્લેકમેઇલ કરવાનું શરૂ કરેલ. હાલ આરોપી ની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.