રાજ્યમાં ફરી એકવાર યુવતીને બાઈકમાં લીફટ આપવાના બહાને દુષ્કર્મની ઘટના સામે આવી છે. મોરબી જિલ્લામાં હત્યા, હત્યાનો પ્રયાસ, દુષ્કર્મ, દુષ્કર્મનો પ્રયાસ, મારામારી સહિતના બનાવો છેલ્લા દિવસોની અંદૃર ચિંતાજનક રીતે વધી રહૃાા છે જો વાત કરીએ ટંકારાની તો ટંકારામાં થોડા સમય પહેલાં જ બાળકની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ત્યાર બાદ દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે
મોરબી રાજકોટ હાઇવે ઉપર મીતાણા ગામ પાસે રાજકોટની યુવતીને લીફટ આપી બાઇક ચાલકે વાડીએ લઇ જઇને યુવતી પર દુષ્કર્મ આચર્યુ હતુ. હાલમાં ભોગ બનેલી યુવતીએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ હાથ ધરી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલા મીતાણા ગામ પાસે લીટની રાહમાં રોડ પર ઉભેલી યુવતીને રાજકોટ જવું હતું, ત્યારે ત્યાંથી બાઇક લઇને પસાર થઇ રહેલા યુવાને તેને રાજકોટ મુકી જવાનું કહૃાુ હતુ. જેથી યુવતી તેના બાઇકમાં બેસી ગઇ હતી.
જો કે, આ શખ્સ દ્વારા યુવતીને પોતાના બાઈકમાં બેસાડીને પોતાની વાડીએ લઈ જવામાં આવી હતી અને ત્યાં તેની સાથે બળજબરી કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેથી ભોગ બનેલી યુવતી દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. રાજકોટ હોસ્પિટલમાં આ યુવતીનું તબીબી પરીક્ષણ કરાયું હતું.