મામી સાથે આડા સંબંધો હોવાની જાણ થતાં મામાએ ભાણિયાને કૂવામાં નાખી દીધો

મામાએ ભાણિયાને દારૃના નશામાં ચકચૂર કરી મોતને ઘાટ ઉતાર્યો

કહેવાય છે કે જર, જોરૂ અને જમીન કજિયાના છોરું, આ કહેવત બધા માટે વિશ્ર્વમાં ઘણા યુધ્ધો થઇ ચુક્યા છે. આવુજ કંઈક વીરપુરમાં બન્યું છે. જ્યાં એક મામાએ તેના ભાણેજની હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં ભાણેજના મામી સાથે અનૈતિક સંબંધોની જાણ મામાને થઈ ગઈ હતી, ત્યારબાદ આ ઘટનાને અંજામ અપાયો હતો. થોડા દિવસ પહેલા રાજકોટ જિલ્લાના વીરપુર તાલુકાના કેરાળી ગામની સીમના એક કુવામાંથી એક યુવકની લાશ મળી આવી હતી, ત્યારે વીરપુર પોલીસ સ્ટેશને અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

આ ઘટનાની મળતી માહિતી મુજબ, વીરપુરના કેરાળી ગામના વજુભાઇ ભીખાભાઇ બાલધાની વાળીમાં છેલ્લા ૪ વર્ષથી ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના રહેવાસી એવા નિલેશ રણછોડ વસાવા (ઉ.વ ૨૫) અને તેની પત્ની કૈલાશ બંને ખેત મજુરી કરતા હતા. સાથે તેમની એક પુત્રીને ૩ મહિનાનો પુત્ર સાથે રહેતા હતો. તારીખ ૨૭ના નવેમ્બરના રોજ નિલેશ તેના ઘરેથી ગૂમ છે તેવી ફરિયાદ નિલેશની પત્ની કૈલાશે વીરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેના આધારે વીરપુર પોલીસે તપાસ કરતા નિલેશની લાશ ત્યાં થોડે નજીક આવેલ રણછોડભાઈ વેલજીભાઇ રામોલીયાના ખેતરના કુવામાંથી મળી આવેલ હતી.

વીરપુર પોલીસે પ્રથમ તો એકસ્માત મોત નોંધીને તપાસ શરૂ કરી હતી. વીરપુર પોલીસે નિલેશના મોબાઈલના કોલ ડીટેલ ઉપરથી ઊંડી તપાસ કરતા નિલેશની હત્યા તેના જ બાજુના ખેતરમાં રહીને ખેત મજૂરી કરતા તેના કૌટુંબિક મામા વિનુ દીપસિંહ વસાવા (ઉ.વ ૩૦) એ કરી હોવાનું સામે આવ્યું હતું. વીરપુર પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ આગળ વધારી હતી અને હત્યાના ગુનામાં વિનુ દીપસિંહ વસાવાની ધરપક્કડ કરીને કાયદેસરની કર્યવાહી શરુ કરી હતી.

જયારે મામા વિનુ દીપસિંહ વસાવાને ખબર પડી કે તેના ભાણેજને તેની પત્ની અને મામી સાથે પ્રેમ સબંધ છે ત્યારે મામાએ ભાણેજ નિલેશને મારવા માટે તે જ્યાં રહેતા હતો ત્યાં નજીક આવેલ રણછોડભાઈ વેલજીભાઇ રામોલીયાની વાળીએ બોલાવ્યો અને ત્યાં તેની સાથે દારૂ પીધો અને નિલેશને ખુબ જ દારૂ પીને દારૂના નશામાં ચૂર કરી દીધો હતો. દારૂના નશામાં ચૂર નિલેશ જયારે ભાન ભૂલી ગયો અને ચાલવાની પણ હોશ ના હતી ત્યારે મામાએ પોતાનું કંશનું રૂપ દેખાડીને ભાણેજને ખેતર આવેલ કુવામાં ધક્કો માર્યો હતો. જેને લઇને નિલેશ કુવામાં પડીને મૃત્યુ પામ્યો હતો.