મહિલા પતિ સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ કરી હત્યા: ધરપકડ (6)

9
maharashtra-wife-husbend-murder-પતિ
maharashtra-wife-husbend-murder-પતિ

મહિલા ઘણા લાંબા સમયથી અલગ રહેતી હતી

નાગપુરમાં એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. નાગપુર પોલીસે ગુરુવારે એક ૨૮ વર્ષીય મહિલાની તેના જ પતિની હત્યાના આરોપમાં ધરપકડ કરી છે. આરોપી મહિલા મૃત વ્યક્તિની પાંચમી પત્ની હતી.

Subscribe Saurashtra Kranti here.

મૃતકની શખ્સની અન્ય ચાર પત્નીઓ હતી. આરોપી મહિલા ઘણા લાંબા સમયથી અલગ રહેતી હતી પરંતુ થોડા સમય પહેલા અચાનક જ તેના પતિને મળવા પહોંચી હતી અને શારીરિક સંબંધ બાંધ્યા બાદ મહિલાએ છરી વડે ગળું કાપી હત્યા કરી દીધી હતી. સમાચાર અનુસાર પાંચ મહિનાની પત્ની પારિવારિક તકરારને કારણે તેના પતિને છોડીને ચાલી ગઇ હતી.

૮ માર્ચે જ્યારે મૃતક પતિ લક્ષ્મણ મલિક નાગપુરના સિલ્વર કોમ્પ્લેક્સમાં તેના ફલેટમાં એકલા રહેતો હતો, ત્યારે આ દરમિયાન પાંચમી પત્ની સ્વાતિ તેને મળવા લેટમાં પહોંચી હતી. આ દરમિયાન સ્વાતિએ સોશિયલ મીડિયા પર પોર્ન વીડિયો મોબાઇલ પર બતાવ્યો, ત્યારબાદ લક્ષ્મણના હાથ અને પગ ખુરશી વડે બાંધી દીધા. ત્યારબાદ સ્વાતિએ લક્ષ્મણ સાથે શારીરિક સંબંધ બનાવ્યો અને બાદમાં તેણે સાથે લાવેલી છરીની મદદથી લક્ષ્મણનું ગળું કાપી નાખ્યું અને પોતે જ ફરાર થઈ ગઇ.

Read Murder Punishment here

૯ માર્ચે પોલીસને લક્ષ્મણની હત્યાની માહિતી મળી હતી. પોલીસે તેમની તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું કે લક્ષ્મણે પાંચ લગ્ન કર્યા છે. બાદમાં પોલીસે દરેક પત્નીને બોલાવી પુછપરછ કરી હતી, પરંતુ પાંચમી પત્ની સ્વાતિના નિવેદનો સતત બદલાતા રહૃાા હતા, ત્યારબાદ પોલીસે તેમને શંકા છે કે કેમ તે અંગે કડક પૂછપરછ શરૂ કરી હતી. ત્યારબાદ સ્વાતિ તૂટી પડી હતી અને તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો અને કહૃાું કે તેણે જ તેના પતિની હત્યા કરી છે.

Read About Weather here

લક્ષ્મણની પાંચમી પત્ની સ્વાતિનો એક પુત્ર હતો. આ દરમિયાન સ્વાતિએ અન્ય એક બાળકને જન્મ આપ્યો તો લક્ષ્મણને શંકા હતી કે સ્વાતિના ગેરકાયદેસર સંબંધોને લીધે આ બાળક થયું છે, જ્યારે સ્વાતિ તેને સંબંધીઓનું બતાવી રહી હતી. લક્ષ્મણ નિવૃત્ત થઈ ગયો હતો અને સ્વાતિ સાથે પૈસા અને સંપત્તિ અંગે પણ તેનો વિવાદ ચાલી રહૃાો હતો. આ કારણોસર સ્વાતિએ લક્ષ્મણની હત્યા કરી હતી.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here