ઈંગ્લેન્ડની સ્ટાર મહિલા ક્રિકેટર સારાહ ગ્લેને કર્યો દાવો
ઈંગ્લેન્ડની લેગ સ્પીનર સારાહ ગ્લેને અજાણી વ્યક્તિથી કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાનું જણાવ્યું છે. તાજેતરમાં સારાહને ઈંગ્લેન્ડની વુમન ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવી હતી.
ધે ટેલીગ્રાફને આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે કહૃાું ફૂડની જરૂર હોવાથી મારે એક દિવસ ઘરની બહાર નીકળવું પડ્યું. તે સમયે એક વ્યકિત મારી પાસે આવીને અથડાયો, જે બાદ જોરથી હસવા લાગ્યો. મને લાગ્યું કે તેણે દારૂ પીધો હશે.
પરંતુ મને તેનું વર્તન જરા વિચિત્ર લાગ્યું હતું. લોકડાઉન દરમિયાન તે મારો શોપિંગનો એકમાત્ર અનુભવ હતો. તેણે કહૃાું, જ્યારે તે યુવક દાવો કર્યો કે તેમને વાયરસ નહીં આવે. જે બાદ હું ગુસ્સે થઈ હતી. આ ઘટનાએ ખરેખર મારી આંખો ખોલી નાખી હતી અને જ્યારે યુવાનો કહે છે કે ‘ઓહ આપણે સારા થઈ થઈશું ત્યારે હું ગુસ્સે થવાનું શરૂ કરું છું. મને ખબર નથી પડી કે તેનાથી તમારા ફેફસાં પર કેટલું અસર થાય છે અને તેના પર પહોંચવામાં મને ઘણો સમય લાગ્યો છે. સારાહ ગ્લેન ઈંગ્લેન્ડ તરફથી ૩ વન ડેમાં ૮ વિકેટ અને ૧૫ ટી-૨૦ મેચમાં ૨૨ વિકેટ ઝડપી ચુકી છે.