દિૃગ્ગજ મહિલા રેસલર બબીતા ફોગાટે બુધવારે હરિયાણાના ખેલ વિભાગમાં નાયબ નિયામક પદૃેથી રાજીનામું આપી દૃીધું છે. તેને આ વર્ષે ૩૦ જુલાઈએ આ પદૃ પર નિમણૂક આપવામાં આવી હતી. તેણે એક અખબારને જણાવ્યું કે, રાજનીતિમાં સક્રિય રીતે ભાગ લેવા અને બિહારમાં વિધાનસભા ચૂંટણી સિવાય બડૌદૃા વિધાનસભા પેટાચૂંટણીમાં પ્રચાર કરવાને કારણે નિર્ણય લીધો છે. બબીતા અને કબડ્ડી ખેલાડી કવિતા દૃેવીને આ વર્ષે રાજ્યના ખેલ વિભાગમાં નાયબ નિયામક પર નિમણૂક કરવામાં આવી હતી.
૨૦૧૪ના રાષ્ટ્રમંડળ ખેલોની ચેમ્પિયન બબીતાએ દૃાદૃરી સીટથી ભાજપની ટિકિટ પર પાછલા વર્ષે વિધાનસભા ચૂંટણી લડી હતી, પણ તે હારી ગઈ હતી. હરિયાણા પોલીસમાં ડીએસપી બબીતાની મોટી બહેન ગીતા ફોગાટ અને તેની િંજદૃગી પર આધારિત આમિર ખાનની ફિલ્મ ’દૃંગલ’ બની હતી. તેમાં તેના પિતા મહાવીર ફોગાટની િંજદૃગીને દૃર્શાવવામાં આવી હતી.