ફ્રેન્ડશીપ નહીં રાખવા બદલ ધમકી આપનાર રોમિયો સામે નોંધાઈ ફરિયાદ

42
SaurashtraKranti logo favicon
SaurashtraKranti logo favicon

નારોલ વિસ્તારમાં રહેતી સગીરાને જબરજસ્તીથી ફ્રેનડશીપ રાખવા દબાણ કરી મારવાની ધમકી આપનારા શખ્સ વિરૃધ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આરોપીએ સગીરાને જાતિવાચક શબ્દો બોલી તેનું અપમાન પણ કર્યું હતું. બિભત્સ ગાળો બોલી જાતિવાચક શબ્દો બોલતા પોલીસે આરોપી વિરૃધ્ધ ગુનો નોંધ્યો છે.

નારોલ વિસ્તારમાં ૧૫ વર્ષની કિશોરી તેના પરિવાર સાથે રહે છે અને નર્સિંગનો કોર્ષ કરે છે. અગાઉ સગીરા શાહીબાગ વિસ્તારમાં કામ કરતી હતી ત્યારે તેની સાથે કામ કરતા અને શાહીબાગમાં જ રહેતા જૌનેશ ઉર્ફે દશરથ ભુપતભાઈ ઠાકોરના સંપર્કમાં આવી હતી. તેણે કિશોરીનો ફોન નંબર લઈને તેની સાથે અવારનવાર વાત કરવાનું શરૃ કર્યું હતું. બાદમાં તેણે કિશોરીને ફ્રેન્ડશીપ કરવા દબાણ શરૃ કરીને અભદ્ર ભાષામાં વાત કરવાનું શરૃ કર્યું હતું. જેને પગલે કંટાળેલી કિશોરીએ આ અંગે તેની માતાને વાત કરી હતી. આથી કિશોરીની માતાએ જૈનેશને સમજાવીને ઠપકો આપ્યો હતો. જોકે તે માન્યો ન હતો.

દરમિયાન જૈનેશે કિશોરીને ફોન કરીને ફ્રેન્ડશીપ નહી રાખે તો મારીશ એવી ધમકી આપી હતી. જૈનેશની માતાએ પણ કિશોરીના ઘરે જઈને તેમને જાતિવાચક શબ્દો બોલીને અપમાન કર્યું હતું. જેને પગલે કિશોરીના પિતાએ જૈનેશ ઠાકોર અને તેની માતા કપીલા ઠાકોર વિરૃધ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.