અમદાવાદના અનેક ‘સ્પામાં બોડીમસાજના નામે ગેરકાયદે ગોરખધંધા ચાલતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. થાઇલેન્ડથી ટુરિસ્ટ વિઝા ઉપર આવતી અનેક યુવતીઓનો ઉપયોગ ‘સ્પામાં ગેરકાયદે પ્રવૃત્તિ માટે થાય છે. હવે તો આ ધંધો શહેરોની સાથે-સાથે નાના-નાના જિલ્લાઓમાં પણ પ્રસરી ચૂક્યો છે.
પુણા પોલીસે સ્પા એન્ડ મસાજ પાર્લરની આડમાં ચાલતા વધુ એક સેક્સ રેકેટનો પર્દૃાફાશ કર્યો હતો. પુણા પાટિયા સ્થિત પ્રિન્સ સ્પામાંથી લલના સાથે ગ્રાહકો કઢંગી હાલતમાં પકડાઇ ગયા હતા. પોલીસે ૪ ગ્રાહકો અને ૨ મેનેજરની ધરપકડ કરી સ્પાના બે માલિકોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મળતી વિગતો પ્રમાણે પુણા પોલીસ મથકની ટીમ પીઆઇ ગડરિયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, પુણા પાટિયા પાસે સીટાડેલ શોપિંગ સેન્ટરમાં કૂટણખાનું ધમધમી રહૃાું છે. જે માહિતીને આધારે પોલીસે અહીં દરોડા પાડયા હતા. મસાજ પાર્લરની આડમાં સેક્સ રેકેટ ચાલતું હતુ. પોલીસને અહીંથી અલગ-અલગ ૩ રૂમમાંથી ૩ ગ્રાહકો લલના સાથે કઢંગી હાલતમાં પકડાઇ ગયા હતા. રૂમમાંથી પોલીસને કોન્ડોમ પણ મળ્યા હતા. પોલીસે રોકડ રકમ અને મોબાઇલ મળી ૨૦,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પુણા પોલીસે ગ્રાહકો પ્રશાંત કિશોર સોનવણે, રાહુલ સંજય સોનવણે (બંને રહે- સંજયનગર સોસાયટી, નીલગીરી સર્કલ પાસે, િંલબાયત), ધનરાજ પુરૂષોત્તમ ધામને (રહે- બાલાજીનગર, ધુલીયા), અરબાઝ મુજફર ખાન (રહે- આઝાદૃનગર, અલથાણ)ની ધરપકડ કરી હતી. સાથોસાથ પ્રિન્સ સ્પાના મેનેજર સુલતાન શેખ આશાદ્દુલ શેખની પણ ધરપકડ કરાઇ હતી. જ્યારે સ્પાના માલિકો આફ્રિદઅને આદિ ઉર્ફે બાદશાહ ખાનને વોન્ટેડ જાહેર કરાયા હતા.