પાદૃરામાં જ્વેલર્સની દુકાનમાં ચાંદીના કડા ધોવડાવવા આવેલી મહિલાના પર્સની ચોરી

ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ
ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ

પાદૃરા પાણીની ટાંકી પાસે આવેલી જવેલર્સની દુકાનમાં ચાંદીના કડા ધોવડાવવા આવેલી મહિલાનું પર્સ બાજુમાં બેઠેલી એક મહિલા ઉઠાવીને પોતાની થેલીમાં સરકાવી દીધુ હતું. મહિલાએ કરેલી ચોરીની તમામ હરકતો સીસીટીવીમાં કેદ થઈ ગઇ હતી. પાદરા પોલીસે વડોદરાના ગોત્રી વિસ્તારની મહિલાને ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા જિલ્લાના પાદરામાં પાણીની ટાંકી વિસ્તારમાં આવેલી સાંઈ જવેલર્સ નામની દુકાનમાં પાદરાના રણું ગામનીં મહિલા ચાંદીના કડા ધોવડાવવા માટે ગઇ હતી, ત્યારે આ સમયે વડોદરાના ગોત્રી વિસ્તારની મહિલા પણ જવેલર્સની દુકાનમાં આવી હતી. ચાંદીના કડા ધોવડાવવા આવેલી રણું ગામની મહિલાએ પોતાનું પર્સ કાઢીને બાજુમાં મૂક્યું હતું અને પર્સમાં ૫૫૦૦ રૂપિયા રોકડા હતા. થોડીવાર પછી જ્વેલર્સને રૂપિયા આપવા માટે પર્સ લેવા જતા ત્યાં પર્સ હતું નહીં.

પર્સ નહીં મળતા રણુંની મહિલાએ તેઓના પતિને ફોન કરીને બોલાવ્યા હતા અને જવેલર્સની દુકાનમાં લગાડેલા સીસીટીવી ચેક કરતા બાજુમાં વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતી મહિલા પર્સ પર બેસીને પર્સ પોતાની થેલીમાં નાખતા આ તમામ હરકતો સીસીટીવીમાં કેદ થઈ ગઇ હતી. આ બાબતે પાદરા પોલીસને જાણ કરતા પોલીસે ચોર મહિલાને પોલીસ સ્ટેશનમાં લઈ જઇને પૂછપરછ કરતા તે વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતી હોવાનું બહાર આવ્યું હતું. પાદરા પોલીસે મહિલાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.