નીતા અંબાણી પિંક આઉટફીટમાં ખૂબસુરતી અને સ્ટાઈલમાં વહુઓને મારી ટક્કર ….

નીતા અંબાણી પિંક આઉટફીટમાં ખૂબસુરતી અને સ્ટાઈલમાં વહુઓને પણ મારી ટક્કર ....
નીતા અંબાણી પિંક આઉટફીટમાં ખૂબસુરતી અને સ્ટાઈલમાં વહુઓને પણ મારી ટક્કર ....

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને લઈને અંબાણી પરિવાર ઘણા સમયથી ચર્ચામાં છે, ગઇકાલે મામેરુ વિધિ થઈ હતી જેમાં અંબાણી પરિવારની મહિલાઓના પરંપરાગત પહેરવેશ ચર્ચામાં છે પણ નીતા અંબાણીના લુકે દરેક લોકોના દિલ જીતી લીધા છે.

અનંત રાધિકાના લગ્ન અનંત અને રાધિકાના લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ગઇકાલે 3 જુલાઈના રોજ કપલની મામેરુ વિધિ થઈ હતી. જેમાં રાધિકા મર્ચન્ટ બિલકુલ રાજકુમારીની જેમ તૈયાર થઈને પહોંચી હતી. આ સાથે જ અંબાણી પરિવારની દરેક મહિલાઓ ખાસ રીતે તૈયાર થયેલ જોવા મળી હતી, જેમાંથી હાલ નીતા અંબાણીનો લુક હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

નીતા અંબાણી પિંક આઉટફીટમાં ખૂબસુરતી અને સ્ટાઈલમાં વહુઓને મારી ટક્કર …. નીતા

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને લઈને અંબાણી પરિવાર ઘણા સમયથી ચર્ચામાં છે. જેમાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં 3જી જૂને એન્ટિલિયામાં મામેરુ સેરેમની સાથે લગ્નના ફંક્શન શરૂ થયા છે. જેમાં આખો પરિવાર ખૂબ જ મસ્તી કરતો જોવા મળ્યો હતો. આટલું જ નહીં અંબાણી પરિવારની મહિલાઓના પરંપરાગત અવતારે પણ લોકોને દિવાના બનાવી દીધા હતા. પરંતુ, બધાને પાછળ છોડીને નીતા અંબાણીએ ફરી એકવાર દિલ જીતી લીધું છે.

નીતા અંબાણી પિંક આઉટફીટમાં ખૂબસુરતી અને સ્ટાઈલમાં વહુઓને મારી ટક્કર …. નીતા

અનંત-રાધિકાના મામેરુ સમારોહમાં, બધા મહેમાનો અને સ્ટાર્સ કેસરી અથવા ગુલાબી રંગના કપડાંમાં જોવા મળ્યા હતા. જેના પરથી સ્પષ્ટ થયું કે આ પાર્ટીની કલર થીમ પહેલેથી જ નક્કી કરવામાં આવી હતી અને તેથી નીતા પણ પિંક કલરના લહેંગામાં જોવા મળી હતી. આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી અને તેણે જોરશોરથી ડાન્સ પણ કર્યો હતો.

નીતા અંબાણીએ આ ખાસ અવસર પર ગુલાબી બનારસી લહેંગા પહેર્યો હતો. હાફ સ્લીવ બ્લાઉઝ પર ગોલ્ડન સ્ટાર્સનું હેવી વર્ક કરવામાં આવ્યું હતું. લહેંગાની સાથે, નીતાએ તેના વાળ હળવા કર્લ કર્યા હતા અને તેને ખુલ્લા છોડી દીધા હતા. નીતાએ ગુલાબી લહેંગા સાથે મેચિંગ દુપટ્ટો લીધો હતો. તેની બોર્ડર પર ગોલ્ડન સિક્વન્સ અને ઝરી વર્ક કરવામાં આવ્યું હતું. આ લહેંગાને ખૂબ જ ઝીણવટ સાથે ડિઝાઇન કરવામાં આવ્યો હતો.

નીતા અંબાણી પિંક આઉટફીટમાં ખૂબસુરતી અને સ્ટાઈલમાં વહુઓને મારી ટક્કર …. નીતા

આ સાથે જ નીતા અંબાણીએ હીરાનો હાર અને 3 મોટા નીલમણિથી શણગારેલી ઇયરિંગ્સ પહેરી હતી. ઉપરાંત હાથમાં હીરા અને નીલમણિની બંગડીઓ પહેરી અને સાથે આખો લુક કમ્પ્લીટ કરવા માટે નીતાએ મિનિમલ મેકઅપ કર્યો હતો.

નીતા અંબાણી પિંક આઉટફીટમાં ખૂબસુરતી અને સ્ટાઈલમાં વહુઓને મારી ટક્કર …. નીતા

મામેરુ એક ગુજરાતી વિવાહ પરંપરા છે. જે મામા દ્વારા નિભાવવામાં આવે છે. સામાન્ય રીતે દુલ્હનનું પાનેતર સાડી, આભુષણ, હાથી દાંતની ચૂડી મામા દ્વારા આપવામાં આવે છે. આ સમારોહ દરમિયાન, આખો પરિવાર ભેગા થાય છે અને છોકરા અને છોકરીને આશીર્વાદ આપે છે. અન્ય સમુદાયોમાં આ ધાર્મિક વિધિને ‘મામા ભાત’ અથવા ‘માયરા’ જેવા શબ્દો દ્વારા ઓળખવામાં આવે છે. આ વિધિ સદીઓ જૂની છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here