પહેલા લોકડાઉન અને પછી કમોસમી વરસાદને કારણે ખેડૂતો માટે પડતાં પર પાટુ પડે તેવી પરિસ્થિતિ છે. ખેતીમાં ભારે નુકસાનને કારણે ખેડૂતો રાતાં પાણીએ રડી રહૃાા છે. તેવામાં દેશ અને રાજ્યના ઘણા ખેડૂતો આત્મહત્યા કરી રહૃાા છે. પરંતુ દ્વારકામાં એક ખેડૂતે આત્મહત્યા કરી છે તે ખુબ જ દુ:ખદ છે. કારણ કે, દ્વારકાના આ ખેડૂતના એક મહિના બાદ તેની દૃીકરીના લગ્ન હતા અને તે પહેલા જગતના આ તાતે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.
ખેડૂતે આર્થિક સંકડામણ અને પાક નિષ્ફળ જવાના કારણે કંટાળી આત્મહત્યા કરી લીધી છે. આ બનાવને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. ખેડૂતે પોતાના ઘરે જ ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવ્યું છે.
દ્વારકાના ખીરસરાના ખેડૂત કિરીટભાઈ કદાવલાએ આપઘાત કર્યો છે. પોતાના મહેનતે વાવણી કરી પરંતુ ૨૦ વિધા જમીનમાં પાક નિષ્ફળ જતા તેમણે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. જોકે એક મહિના બાદ તેમની દિકરીના લગ્ન લેવાના હતા. આ માટે તેમને તમામ તૈયારીઓ પણ કરી લીધી હતી. પરંતુ ૨૦ વીઘા ખેતરમાં પાક નિષ્ફળ ગયેલ હોઈ અને છેલ્લે કમોસમી વરસાદમાં મગફળીનો પાક અને ચારો પણ પલળી ગયેલ હતો. હાલમાં તો સમગ્ર પંથકમાં આપઘાતના બનાવથી ગમગીની છવાઈ.