મમતા બેનરજી બાંગ્લાદેશથી શાર્પ શૂટર બોલાવે છે
પશ્ર્ચિમ બંગાળના ભાજપના નેતા કૈલાસ વિજયવર્ગીયે એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપના નેતાઓની હત્યા કરાવવા મમતા બેનરજી બાંગ્લા દેશથી શાર્પ શૂટર્સને તેડાવી રહૃાાં હતાં.
પશ્ર્ચિમ બંગાળમાં આવતા વરસે વિધાનસભાની ચૂંટણી થવાની છે. અત્યારથી ત્યાં વાતાવરણ ગરમ બની રહૃાું હતું. અત્યાર પહેલાં એકથી વધુ ભાજપી નેતા અને કાર્યકરની હત્યા થઇ ચૂકી હતી. એ વિશે બોલતાં વિજયવર્ગીયે એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે રાજ્યના મુખ્ય પ્રધાન મમતા બેનરજી ભાજપના નેતાઓની હત્યા કરાવવા બાંગ્લા દેશના શાર્પ શૂટર્સને તેડાવી રહૃાાં હતાં.
તેમણે કટાક્ષ કરતાં કહૃાું હતું બંગાળનો જાદૃુ ખૂબ વખણાય છે. પરંતુ છેલ્લા થોડા સમયથી બંગાળની પોલીસ સૌથી મોટી જાદૃુગર બની ગઇ હતી. પોલીસ કંઇ પણ કરી શકે છે. વિજયવર્ગીયે એવો દૃાવો કર્યો હતો કે ભાજપી નેતાઓની હત્યા માટે મુખ્ય પ્રધાન બાંગ્લા દેશથી ધંધાદારી હત્યારાઓને તેડાવી રહૃાા હોવાના પુરાવા મારી પાસે છે. કેન્દ્ર સરકાર સીબીઆઇને તપાસ સોંપતી હોય તો એ પુરાવા હું સીબીઆઇને આપવા તૈયાર છું.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવે વધુમાં કહૃાું કે મનીષ શુ્ક્લાને એક ધંધાદારી હત્યારાએ માર્યા હતા. મનીષના શરીરમાંથી ૧૯ ગોળી નીકળી હતી. પૂરતા સંરક્ષણ વિના કોઇ કાર્બાઇન લઇને પોલીસ સ્ટેશન પાસેથી નીકળી શકે નહીં. મનીષ શર્માના હત્યારા પાસે કાર્બાઇન હતી. એને રાજ્ય સરકારની પોલીસનું રક્ષણ મળ્યું હતું. હું આ વાત સાબિત કરી શકું એમ છું.