ચીન સાથે શીંગડા ભરવનાર ટચૂકડા દેશ તાઈવાનના લોકો જ્યારથી ભારતે ચીન સામે જોરદાર ટક્કર આપી છે ત્યારથી ભારતની ચર્ચા કરી રહૃાા છે.બીજી તરફ ભારતીયો પણ તાઈવાનનુ સમર્થન કરતા નજરે પડી રહૃાા છે.
તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ વેને ફરી એક વખત સોશ્યલ મીડિયા પર પોતાનો ભારત પ્રેમ દર્શાવ્યો છે.ત્સાઈ ઈંગ વેને ભારતીય ભોજનના વખાણ કરતી પોસ્ટ મુકીને કહૃાુ હતુ કે, મને ભારતીય ફૂડ બહુ ગમે છે અને હું ઘણી વખત ચણા મસાલા તેમજ નાન ખાવા માટે ભારતીય રેસ્ટોરન્ટમાં જતી હોઉં છું.
ત્સાઈ ઈંગ વેને કહૃાુ હતુ કે, તાઈવાન નસીબદાર છે કે અહીંયા સંખ્યાબંધ ભારતીય રેસ્ટોરન્ટ છે અને તાઈવાનના લોકોને પણ ભારતીય ફૂડ બહુ ભાવે છે.ભારતની વાનગીઓ ઉપરાંત ચા મને વિવિધતાસભર અને રંગોથી ભરપૂર એવા ભારત દેશની કાયમ યાદ અપાવે છે.
ત્સાઈ ઈંગ વેનના ટ્વીટને લોકો મોટી સંખ્યામાં લાઈક કરી રહૃાા છે અને પોતાની ફેવરિટ ડિશના ફોટો પણ ત્સાઈ ઈંગ વેનના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરી રહૃાા છે.તાઈવાનના રાષ્ટ્રપતિએ તો પોતાની ભારત યાત્રા દરમિયાન તાજમહાલની લીધેલી મુલાકાતની તસવીર પણ ટ્વિટ કરી હતી.