ડીસાની ૧૨ વર્ષીય મૂકબધિર સગીરા પર ૨૪ વર્ષના ફોઇના દીકરાએ દુષ્કર્મ ગુજારી છરીથી ગળું કાપી ૨૦ ફૂટ દુર ફેંકવાની ઘટના સામે આવી હતી. આ યુવકે ડીસાથી પિતરાઈ બહેનને બાઇક પર બેસાડી દાંતીવાડાના ભાખર ગામની અવાવરું જગ્યાએ લઈ જઇ આ જઘન્ય કૃત્યને અંજામ આપ્યો હતો. જોકે, સીસીટીવીમાં આધારે પોલીસે શનિવારે બપોરે જ આરોપી નીતિન માળીને દબોચી લીધો હતો. આ કેસમાં આજે ડીસા બાર એસોસિએશનને મહત્તવપૂર્ણ નિર્ણય લીધો છે કે, આ આરોપી તરફથી કોઇપણ વકીલ કેસ નહીં લડે. ડીસાના શિવનગરમાં રહેતી ૧૨ વર્ષીય મૂકબધિર કિશોરી શુક્રવારે સાંજથી ગૂમ હતી. જેની પોપોલી ફરિયાદ નોંધાતા મોડી રાત્રે હાઈવે પર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં આ મૂકબધિર કિશોરીને બાઈક પર બેસાડીને લઈ જતો એક યુવક દેખાયો હતો.
તો શનિવારે વહેલી સવારે દાંતીવાડાના ભાખર ગામ પાસે અવાવરુ પહાડી વિસ્તારમાંથી આ ૧૨ વર્ષીય કિશોરીની ગળું કાપી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. કિશોરીનું ધડથી અલગ કરી દીધેલું માથું ૨૦ ફૂટ દુરથી મળી આવ્યું હતું. પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તળાવમાં મનરેગાની કામગીરી ચાલતી હોનાથી મજૂરોએ શનિવારે સવારે આઠ વાગે કિશોરીનો માથા વગરનો મૃતદેહ જોયો હતો. ડીસાના શિવનગરમાં રહેતી કિશોરી અને આરોપી ૨૪ વર્ષનો નીતિન માળી સગા મામા-ફોઇનાં ભાઇ બહેન હતાં. ડીસા સિવિલમાં પેનલ ડોકટર દ્વારા પીએમ કરાયું છે. લાશ સડવાની પ્રક્રિયા ચાલુ થઈ નથી. હત્યા ૨૪ કલાક પહેલાં થઈ હોવાનું અનુમાન લગાવી શકાય. વિશેરા લઈ ડીએનએ ટેસ્ટ માટે કાર્યવાહી કરાઇ છે. કમરના ભાગે ડાબી બાજુએ ઇજા મળી છે.
આ કિશોરીનાં પરિવારની માંગણી છે કે, આરોપીને ફાંસીની સજા થાય. બનાસકાંઠાનાં ડીવાયએસપી, ડૉ. કુશલ ઓઝા, ૨ વર્ષીય કિશોરીની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરાઇ છે, પ્રાથમિક પૂછપરછમાં નીતિન કિશોર માળી (૨૪)એ કબૂલાત કરી છે કે કિશોરીનો રેપ કર્યા બાદ તેનો ગુનો છતો ન થાય તે માટે તીક્ષ્ણ લાંબી છરી વડે ગળું કાપી હત્યા કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ સાંયોગીક પુરાવાઓને આધારે તપાસ હાથ ધરી હતી. અને આ ઘટનામાં સંડોવાયેલા આરોપી નીતિન માળી નામના યુવકની અટકાયત કરી હતી. આ યુવકે મુકબધિર બાળકીનું અપહરણ કરીને ભાખર ગામ નજીક લઈ જઈ તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ઘટનાની જાણ કોઈને ન થાય તે માટે તેણીનું ગળું કાપી હત્યા કરી નાખી હોવાનું ખુલ્યું છે.