જેતપુરની પરિણીતા-દીકરીનો નંબર પતિની પ્રેમિકાએ વાઈરલ કરતા નોંધાઈ ફરિયાદ

88

રાજકોટનાં જેતપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મુંબઈની એક મહિલાએ જેતપુરમાં રહેતી પરિણીતા અને તેની દીકરીના ફોટા સહિત મોબાઈલ નંબર સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દીધા હતા. જેને કારણે હેરાન પરેશાન થયેલી પરિણીતાએ આ મામલે જેતપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેતપુર ખીરસરા ગામે રહેતી પરિણીતાને ધમકાવી મુંબઈની મહિલાએ ફોટા અને ફોન નંબર ફેસબુક પર મુક્યા છે.

મુંબઈની આ મહિલા તેના પતિની પ્રેમિકા છે. પરિણીતા દ્વારા પતિ સામે કોર્ટમાં કરેલાં કેસ પાછા ખેંચવા મુંબઈની મહિલા સતત ધમકીઓ આપી રહી છે. જે બાદ મુંબઈની મહિલાએ પરિણીતાનાં તેમજ દીકરીના ફોટા અને મોબાઈલ નંબર સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યાં છે. આ ઉપરાંત મુંબઈની મહિલાએ પરિણીતાને ધમકી આપી છે કે તેના પતિ સાથે છૂટાછેડા લઈ લે નહીં તો તને મારી નાખીશ.

ધમકીનાં પગલે ગભરાયેલી પરિણીતાએ આ મામલે જેતપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરીણિતાનાં ફોટા અને નંબર વાયરલ કરતાં પરીણિતાને રોજ અશ્ર્લીલ વિડીયો કોલ આવી રહૃાા છે. જેને કારણે તેઓ ખુબ જ પરેશાન છે.