ગુજરાતમાં હજી મૂકબધિર સગીરાના દુષ્કર્મ અને હત્યાના કેસની શાહી તો સૂકાઇ નથી ત્યાં આજે ફરીથી ૧૨ વર્ષની સગીરા પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. જુનાગઢનાં ભેંસાણનાં ખંભાળિયામાં ૧૨ વર્ષની સગીરા પર દુષ્કર્મ થયું છે. આ અંગે સગીરાનાં પિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા નરાધમને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે. મળતી માહિતી પ્રમાણે, સગીરાના પિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, પ્રભાત લાલજી સરવૈયા નામના શખ્સે તેમની ૧૨ વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યું છે.
સગીરાને પહેલા પ્રભાત નામના શખ્સે બહેલાવી અને વાતોમાં રાખીને પોતાને ઘરે બોલાવી હતી. જે બાદ ઘરમાં જ દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ સગીરાએ ઘરે જઇને પોતાની માતાને આ અંગે જાણ કરી હતી અને માતાએ તેના પિતાને જાણ કરતા પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ અંગે અપહરણ અને પોક્સોની કલમ લગાવીને ગુનો નોંધ્યો છે. પોલીસે આ નરાધમને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. ડીસામાં પણ ૧૨ વર્ષની સગીરા પર દુષ્કર્મ થયું હતુંનોંધનીય છે કે, ડીસાની ૧૨ વર્ષીય મૂકબધિર સગીરા પર ૨૪ વર્ષના ફોઇના દીકરાએ દુષ્કર્મ ગુજારી આખી વાત બહાર ન આવે તેથી છરીથી ગળું કાપી ૨૦ ફૂટ દૃૂર ફેંકવાની ઘટના સામે આવી હતી.
આ યુવકે ડીસાથી પિતરાઈ બહેનને બાઇક પર બેસાડી દૃાંતીવાડાના ભાખર ગામની અવાવરું જગ્યાએ લઈ જઇ આ જઘન્ય કૃત્યને અંજામ આપ્યો હતો. જોકે, સીસીટીવીમાં આધારે પોલીસે શનિવારે બપોરે જ આરોપી નીતિન માળીને દબોચી લીધો હતો. આ કેસમાં આજે ડીસા બાર એસોસિએશનને મહત્તવપૂર્ણ નિર્ણય લીધો છે કે, આ આરોપી તરફથી કોઇપણ વકીલ કેસ નહીં લડે.