જાહેરમાં અશ્ર્લીલ વીડિયો શૂટ કરવા બદલ અભિનેત્રી પૂનમ પાંડેની ધરપકડ

45

એક્ટ્રેસ પૂનમ પાંડે વિરુદ્ધ ગોવામાં એફઆઇઆર ફાઈલ થઈ છે. ગોવામાં ચાપોલી ડેમ પર અશ્ર્લીલ વીડિયો શૂટ કરવાને લઈને ગોવા ફોરવર્ડ પાર્ટીની વિમેન વિંગ દ્વારા પૂનમ વિરુદ્ધ આ ફરિયાદ કરવામાં આવી છે. હવે પૂનમ પાંડેની ધરપકડ કરવામાં આવી છે. થોડા સમયમાં તેને સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવશે. શુટિંગ દરમ્યાન પૂનમ પાંડે પાસે ઉભેલા બે પોલીસ ઓફિસર્સને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. લેટેસ્ટ જાણકારી મુજબ એક્ટ્રેસને કાણકોણ પોલીસે અગુઆડાના એક રિઝોર્ટમાંથી અરેસ્ટ કરી છે.

જાહેર જગ્યા પર પોર્ન વીડિયો શૂટ કરવા બાબતે આ ફરિયાદ થઇ હતી. ફરિયાદમાં લખ્યું હતું કે, ’પૂનમ પાંડે સ્ટારર પોર્ન વીડિયો જે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો રહૃાો છે તે ગોવાની ઇમેજને નષ્ટ કરે છે. શુટિંગ ચાપોલી ડેમ કાણકોણમાં થયું હતું જેનાથી ત્યાંના લોકો શોક થઇ ગયા છે, જે તેમની સંસ્કૃતિ માટે ફેમસ છે.’

આ સિવાય પોર્ન વીડિયોનું શુટિંગ કરવા માટે અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ પણ ફાઈલ થઇ છે. ગોવાના કાણકોણ પોલીસ સ્ટેશનમાં કલમ હેઠળ આ ફરિયાદ દાખલ થઇ છે.