ચોમાસામાં સ્કિનની બીમારીઓનું વધારે રહે છે જોખમ , જાણો લક્ષણો અને તેનાથી બચવાના ઉપાય

ચોમાસામાં સ્કિનની બીમારીઓનું વધારે રહે છે જોખમ , જાણો લક્ષણો અને તેનાથી બચવાના ઉપાય
ચોમાસામાં સ્કિનની બીમારીઓનું વધારે રહે છે જોખમ , જાણો લક્ષણો અને તેનાથી બચવાના ઉપાય

ચોમાસાની ઋતુ ચાલી રહી છે. દરેક ઋતુ પોતાની સાથે ઘણી સમસ્યાઓ લઈને આવે છે જેમાંથી સ્કિન ઈન્ફેક્શન એક છે. સ્કિન ઈન્ફેક્શનથી શરીર પર ઘણો ખતરનાક પ્રભાવ પડી શકે છે. જો સમય રહેતા તેના પર ધ્યાન ન આપવામાં આવે તો ગંભીર બીમારીઓ થઈ શકે છે.

સ્કીન ઈન્ફેક્શન
વરસાદની સીઝનમાં ગરમીથી રાહત મળે છે પરંતુ બીજી બાજુ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થાય છે. વરસદાની સીઝનમાં સ્કિન ઈન્ફેક્શન થવાનો ખતરો રહે છે. વરસાદમાં વાતાવરણમાં મોઈસ્ચર વધે છે. જેનાથી સ્કિન પર બેક્ટેરિયા અને ફંગસ વધે છે. જેના કારણે ઘણી સ્કીનની બિમારીઓ થઈ શકે છે. પરસેવો કારણ છે
આ ઉપરાંત વરસાદની ઋતુમાં ઘણા લોકોને પરસેવો વધારે આવે છે જેનાથી સ્કિન પર મોઈસ્ચર અને ગંદકી વધે છે. જે સ્કિન ઈન્ફેક્શન વધવાનો મોકો આપે છે. જેનાથી બીમારી થાય છે. જાણો એક્સપર્ટ્સ પાસેથી કે આ સિઝનમાં સ્કીનની કઈ બીમારીઓ થવાનો ખતરો રહે છે.

ચોમાસામાં સ્કિનની બીમારીઓનું વધારે રહે છે જોખમ , જાણો લક્ષણો અને તેનાથી બચવાના ઉપાય બીમારી

એથલીટ ફૂટની બીમારી
એથલીટ ફૂટ એક ફંગલ ઈન્ફેક્શન છે જે પગમાં થાય છે. આ ખાસકરી આંગળીઓની વચ્ચે થાય છે. આ સંક્રમણ ત્યારે થાય છે જ્યારે પગ લાંબા સમય સુધી પાણીમાં પલળીને રહે છે. વરસાદની સિઝનમાં જ્યારે વરસાદમાં પલડીએ છીએ અને લાંબા સમય સુધી પગ પલડેલા રહે છે ત્યારે આ સંક્રમણ ઝડપથી ફેલાઈ શકે છે.

ચોમાસામાં સ્કિનની બીમારીઓનું વધારે રહે છે જોખમ , જાણો લક્ષણો અને તેનાથી બચવાના ઉપાય બીમારી

ફંગલ ઈન્ફેક્શન
ફંગલ ઈન્ફેક્શન સ્કિન પર લાલ અને ખંજવાડ આવે તેના દાણા ઉગે છે. આ સંક્રમણ શરીરના કોઈ પણ ભાગ પર થઈ શકે છે. તેને રિંગ વર્મ પણ કહે છે. તેના કારણે સ્કિન પર ગોળઆકારના ધબ્બા પડે છે. જે ધીરે ધીરે વધે છે. આ સંક્રમણ એક વ્યક્તિથી બીજી વ્યક્તિને પણ થઈ શકે છે.

ચોમાસામાં સ્કિનની બીમારીઓનું વધારે રહે છે જોખમ , જાણો લક્ષણો અને તેનાથી બચવાના ઉપાય બીમારી

યીસ્ટ ઈન્ફેક્શન
યીસ્ટ ઈન્ફેક્શન પણ એક ફંગલ ઈન્ફેક્શન જ છે જે સામાન્ય રીતે મોઈસ્ચર વાળા ભાગમાં થાય છે જે બગલ, ગ્રોઈન અને મગિલાઓના પ્રાઈવેટ પાર્ટમાં હોય છે. વરસાદમાં મોઈસ્ચરના કારણે આ સંક્રમણ વધારે ફેલાય છે. યીસ્ટ સંક્રમણથી પ્રભાવિત ક્ષેત્રમાં ખંજવાડ અને બળતરા થાય છે.

ચોમાસામાં સ્કિનની બીમારીઓનું વધારે રહે છે જોખમ , જાણો લક્ષણો અને તેનાથી બચવાના ઉપાય બીમારી

કેવી રીતે કરશો બચાવ
ભીના સૂઝ ન પહેરો. હેરબ્રેશ, મોજા કે ટુવાલ શેર ન કરો. રોજ સ્વચ્છ મોજા પહેરો. વાળને સારી રીતે શેમ્પુ કરો અને ડ્રાય કરો. ખુલા કપડા પહેરો.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here