ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. એક બાદ એક દુષ્કર્મના કિસ્સાઓ સામે આવી રહૃાા છે. કચ્છ જિલ્લાના એક ગામડામાં પણ ખેતર માલિકે ૨૨ વર્ષીય એક આદિવાસી યુવતી સાથે કથિત રૂપે દુષ્કર્મ કર્યો હોવાની ઘટના સામે આવી છે. હાલમાં પોલીસે આ મામલે આરોપી ખેતર માલિક વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. આ મામલે હજૂ સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી.
પોલીસે જણાવ્યું કે, આ કથિત ઘટના ૧૬ સપ્ટેમ્બરે અંજાર તાલુકાના રતનાલ ગામમાં બની હતી. પરંતુ પ્રાથમિકી મંગળવારે નોંધવામાં આવી કારણ કે,
આરોપી રણછોડ આહિરે મહિલાને આ ઘટના વિશે કોઇને જાણકારી ન આપવાની ધમકી આપી હતી અને કહૃાું હતું કે, જો તે આ વિશે કોઇને કહેશે તો તેના પતિને તે મારી નાંખશે. પોલીસે કહૃાું કે, ઘટના સમયે આ દૃંપતી આહિરના ખેતરમાં મજૂર તરીકે કામ કરી રહૃાા હતા. ઘટના પછી તેઓ પોલીસને સંપર્ક કર્યા વગર પોતાના જિલ્લા દૃાહોદૃમાં ચાલ્યા ગયા. આ મામલે હજૂ સુધી કોઇની ઘરપકડડ થઇ નથી.
પ્રવાસી મજૂરોના હિતમાં કામ કરનાર એનજીઓ મજૂર અધિકાર મંચના સચિવ મીના જાધવે કહૃાું કે, ગુજરાત પોલીસના માનવાધિકાર પ્રકોષ્ઠ સહિત અલગ-અલગ વર્ગોના દબાણ વગર અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરની ફરિયાદ નોંધવામાં આવી છે. તેમણે સાબરમતી પોલીસ સ્ટેશનના અધિકારીઓ પર આરોપ લગાવ્યો કે, તેમણે શરૂઆતમાં ફરિયાદ લેવાથી ઇનકાર કર્યો હતો. જાદવે કહૃાું કે, પીડિતાના પતિએ દાહોદમાં એનજીઓનો સંપર્ક કર્યો, જેના પછી પીડિતાને અમદાવાદ લાવવામાં આવી, જ્યાં તેણે ફરિયાદ દાખલ કરાવી છે.