મોરબીના મહેન્દ્રનગરમાં હવસખોર બિલ્ડરે સગીરાને શિકાર બનાવી : કિશોરી ગર્ભવતી :
મોરબીના એક મુકેશ નામધારી બિલ્ડરની કામલીલાની વિગતોથી શહેરભરમા ભારે ચકચાર
મોરબી તા ૧૧ શહેરના મુકેશ નામધારી એક બિલ્ડરને ત્યાં કોઈ આદિવાસી સગીર વયની યુવતી છૂટક મજૂરી અર્થે આવતી હતી જેની ઉપર દિલ ફેક અને જયા ત્યાં મોઢું મારવાની ટેવવારા બિલ્ડરનું દિલ આવી ગયું હતું અને તેના લીધે આદિવાસી સગીર યુવતીને સપના દેખાડી તેનું શારીરિક શોષણ અનેક વખત કર્યું હતું.બિલ્ડરની લોભામણી વાતોમાં આવી ગયેલી સગીર આદિવાસી યુવતી પણ મુકેશને માનો મન પતિ માનવા લાગી હતી અને પોતાનું સર્વસ્વ તેને સોંપી દીધું હતું.
મોરબી પાસે આવેલા મહેન્દ્રનગર સમગ્ર બનાવ છે. બિલ્ડરે પોતાને ત્યાં બાંધકામમાં છૂટક મજૂરી કામ કરવા આવતી એક સગીર વયની આદિવાસી યુવતીને ખોટી લોભ લાલચ આપી તેની સાથે અવાર નવાર શરીર સુખ માણતા આદિવાસી યુવતી ગર્ભવતી બની ગઇ હતી . આદિવાસી યુવતીના પેટમાં મોટું થતું ગર્ભ આગળ જતા કઈ મુશકેલી ન ઉભી કરે તેના માટે આ મહેન્દ્રનગરના બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલ યુવાને સગીર યુવતીના ગર્ભને રૂપિયાના લાલચુ ડોક્ટરે પાસે ગેરકાયદેસર ગર્ભપાત કરાવી દીધું હતું. ખાનગી હોસ્પિટલે મોટી રકમ લઇ વિગતો છૂપાવી :સગીરવયની યુવતીને ગર્ભ રહી જતા સમગ્ર મામલો બહાર આવ્યો
વકીલે આપેલી સલાહ મુજબ બિલ્ડર મુકેશે સગીર આદિવાસી યુવતીને માનવાની કોશિશ કરી પરંતુ તે ન માનતા યુવતીના ભાઈને લાલચ આપી મુકેશે પોતાની તરફ કરી લીધો અને હોસ્પિટલે બતાવવા જવું છે તેવી ખોટી વાત કરી યુવતીને રાજા દશરથના પુત્રવધૂ જેવું નામની હોસ્પિટલે લઇ ગયા હતા જ્યાં દવા લેવાના બહાને તેનો ગર્ભપાત કરી નાખ્યો હતો.અને બાદમાં ડોક્ટરને મોઢે માગ્યા રૂપિયા આપી એવું યુવતી પાસે કહેવડાવ્યુ તેને ગર્ભ રહીયો જ નહોતે માત્ર વહેમ હતો.
સદરહુ બિલ્ડર આદિવાસી સગીરા કરતા ઉંમરમાં મોટો હતો છતાં સારા જીવનની આશામાં તેના તાબે થઈ હતી
એક તો યુવતી આદિવાસી ઉપરાંત સગીરા અને યુવતી ગર્ભવતી થઇ જતા મુકેશ માટે મુસીબત વધી ગઈ હતી કેમ કે આ વાત બહાર આવે તો તેની રહી સહી આબરૂ સમાજમાં જતી રહે અને તેનાથી પણ વધારે સગીરની યુવતિ સાથે શરીર સંબંધ બાંધવાથી પોસકો હેઠળ ગુનો દાખલ થાય છે અને નીચલી કોર્ટેમા જામીન મળવા લગભગ અસંભવ છે…
જોકે આ સમગ્ર મામલાની જાણ એક જાગૃત નાગરિક ને થઇ જતા આ સમગ્ર હકીગત બહાર આવી છે તો માસુમ આદિવાસી સગીરા ને ખોટી લાલચ આપી તેની જિંદગી સાથે ખેલનારને સબક મળવો જોઈ.સગીર વયની યુવતીની કોઈ મરજી કે ના મારજી હોતો નથી. કાયદાની રુએ મુકેશે આદિવાસી સગીરા ઉપર બળાત્કાર જ કર્યો છે અને હોસ્પિટલના સંચાલકો એ તેની મદદ કરી છે.અને જો આ વાતમાં કોઈ ને શંકા હોઈ તો હોસ્પિટલમાં મ્યુઝિક જેવુ નામ ધરાવતી યુવતીની શું ટીટમેન્ટ થઇ હતી તેની તાપસ કરાવવી જોઈએ જેથી સમગ્ર મામલાની વિગતો બહાર આવશે કેમ કે આદિવાસી સગીરાનો ખોટા નામે હોસ્પિટલમાં કેશ નોધાવમા આવ્યો હતો.
આદિવાસી કિશોરીનો ભાઈ હવે સમગ્ર મામલે પીછેહઠ કરી અને ફરિયાદ કરવા માટે ગતિવિધિઓ શરૂ કરતા બિલ્ડર મુકેશ તથા તેના પરિવારમાં ખળભળાટ મચી ગયો છે