ભારતીય વિમેન્સ હોકી ટીમે તાજેતરના વર્ષોમાં ઇન્ટરનેશનલ લેવલે શાનદૃાર પ્રદર્શન કરેલું છે. એફઆઇએચ સિરીઝ ફાઇનલ્સ અને હોકી ઓલિમ્પિક્સ ક્વોલિફાયર્સમાં ભારતે શાનદૃાર સફળતા હાંસલ કરીને વર્લ્ડ માંપણ આગેકૂચ કરી હતી. હાલમાં ભારતીય ટીમ નવમા ક્રમે છે. જોકે ગોલકીપર સવિતાનું કહેવું છે કે ટીમ આથી પણ સારા ક્રમાંક સુધી પહોંચી શકે તેમ છે.
સવિતાએ કહૃાું હતું કે કોરાના વાયરસ અને લોકડાઉનના સમયગાળા બાદૃ ટીમે હવે એક નવો ટારગેટ નક્કી કરી નાખ્યો છે.
ગોલકીપર સવિતાએ કહૃાું હતું કે આગામી બે વર્ષમાં ભારતીય મહિલા હોકી ટીમ વિશ્ર્વક્રમાંકમાં મોખરાની પાંચ ટીમમાં આવી જશે. છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં ટીમે ચોક્કસપણે પ્રગતિ કરી છે. આ દરમિયાન તમામ પાસાઓ પર ટીમે આકરી મહેનત કરેલી છે. અમે દૃુનિયાના સર્વશ્રેષ્ઠ કોચ સાથે રહીને મહેનત કરી છે. આથી જ અમે કેટલીક મોખરાની ટીમોને પડકાર આપવામાં સફળ રહૃાા છીએ.
હરિયાણાની સિરસાની વતની સવિતાએ જણાવ્યું હતું કે સારું પ્રદૃર્શન એમ રાતોરાત થઈ જતું નથી. સારા પરિણામ માટે યોગ્ય યોજના બનાવવી પડે છે અને તેનો અમલ થાય તેની ખાતરી કરાવવી પણ જરૂરી છે. અમે તો આકરી મહેનત કરી જ રહૃાા છીએ પરંતુ ફેડરેશને શ્રેષ્ઠ કોિંચગ માટે જે માળખું તૈયાર કર્યું છે તેની પ્રશંસા કરવી જોઇએ.