કિશોરી દૃુષ્કર્મ કેસ:અંગત સેવિકાએ,કહૃાું- ’મારું પણ ટોર્ચરિંગ કરાયું હતું’

45

વડોદરાના બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયે કિશોરી પર ૧૨ વખત દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે પ્રશાંતની ખાસ ગણાતી સેવિકા દિશા જોનને ઝડપી ૨ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. દિશા પોલીસ પૂછપરછ દરમિયાન રડી પડી હતી અને બચાવ કરતાં જણાવ્યું હતું કે મારી સાથે પણ ટોર્ચરિંગ કરાયું હતું. હું સત્સંગના વિડિયોનું એડીટીંગ કરતી હતી અને એનો ૮ હજાર પગાર મળતો હતો.

તેની અન્ય બે સાથીદાર સેવિકા પૈકી દિક્ષા ઉર્ફે સીમા હાલ દુબઇ હોવાની માહિતી તેણે આપી હતી, પણ ઉન્નતિ ક્યાં છે એની માહિતી ન હોવાનો બચાવ તેણે કર્યો હતો. એક તબક્કે દિશાએ મારું પણ શોષણ કરાયું હોવાનું જણાવ્યું હતું. પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે દિશા જોન મહિલાઓને પ્રશાંતના રૂમમાં મોકલતી હતી અને પ્રશાંતના તમામ વિડિયોનું એડીટીંગ પણ તે જ કરતી હતી.

પ્રશાંતના દુષ્કૃત્ય સામે ફરિયાદ નોંધાવનારી પીડિતાનું સીઆરપીસી ૧૬૪ મુજબનું નિવેદન લેવાની તજવીજ શરૂ કરાઈ છે. આ ઉપરાંત પ્રશાંતે અન્ય કેટલી મહિલાઓના વિડિયો ઉતાર્યા છે અને દુષ્કૃત્ય કર્યું છે એની પણ તપાસ શરૂ કરાઈ છે. પ્રશાંત ભૂતકાળમાં નોંધાયેલી દુષ્કર્મ અને ઠગાઇની ફરિયાદના કેસમાં હાલ વડોદરા સેન્ટ્રલ જેલની હવા ખાઇ રહૃાો છે. આ કેસમાં પૂછપરછ કરવા ગોત્રી પોલીસે તેનો જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટ દ્વારા કબજો લેવાની પણ તજવીજ શરૂ કરી છે.