કિટી પાર્ટીમાં બહેનની બહેનપણીની છેડતી, ચેનલના પૂર્વ એન્કરની ધરપકડ

48

શહેરના બોડકદેવ વિસ્તારમાં કિટી પાર્ટીમાં છેડતી કર્યાની યુવતીએ ફરિયાદ નોંધાવતા પાર્ટીના રંગમાં ભંગ પડ્યો હતો. જે યુવતીએ કિટી પાર્ટી રાખી હતી. તેના ભાઈ સામે જ પીડિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પીડિતા અને છેડતી કરનાર વચ્ચે ફ્રેન્ડશીપ હતી, પરંતુ યુવકે છેડતી કરતા પીડિતા ગુસ્સે ભરાઈ હતી. છેડતી કરનાર યુવક મસ્તી ચેનલનો પૂર્વ એન્કર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, બોડકદેવ વિસ્તારમાં આવેલા દેવ સોલિસિટર બંગ્લોઝની સામે ઋષિ ભરતભાઈ બહ્મભટ્ટ રહે છે. તે મસ્તી ચેનલમાં એન્કરીંગ કરીને લોકોને મસ્તી કરાવતો હતો. થોડા સમયથી તેની પાસે નોકરી છૂટી જતા ઘરે બેઠો છે. યુવકની બહેને મંગળવારે રાત્રે ઘરે તેની બહેનપણીઓને બોલાવીને કિટી પાર્ટી કરી હતી. પાર્ટીમાં બધા પોતાની મસ્તીમાં હતા. પાર્ટી આપનાર બહેનપણીના કારણે ઋષિને પણ તેની બહેનની બહેનપણીઓ ઓળખતી હતી.

પાર્ટીમાં ૩૨ વર્ષની એક યુવતીને ઋષિ ખૂણામાં બોલાવીને લઈ ગયો હતો. ત્યારબાદૃ યુવતીનો હાથ પકડીને જબરદૃસ્તી કરતો હતો. જેના કારણે યુવતી ગુસ્સે થઈ હતી. મામલો બિચકતા થાળે પાડવા માટે પાર્ટીમાં સામેલ અન્ય બહેનપણીઓએ પ્રયાસ કર્યો હતો. પરંતુ પીડિતા માની નહોતી. આખરે રાત્રે દૃોઢ વાગે યુવતીએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં જઈને છેડતીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી ઋષિની ધરપકડ કરી લીધી હતી.