અમદૃાવાદૃના ચાંદૃખેડા વિસ્તારમાં યુવતીનો વીડિયો બનાવનાર આધેડને યુવતીઓએ સબક શીખવાડ્યો છે. જગતપુર રોડ પર આવેલ સેવી સ્વરાજ આકાંશા લેટ નજીક આધેડ વયનો પુરુષ યુવતીનો વીડિયો બનાવી હોવાની જાણ યુવતીઓને થઈ હતી. ફરિયાદૃી યુવતીનો આરોપ છે કે તેને આધેડ નો મોબાઈલ લઈને તેમાં તપાસ કરતા તેઓનો વીડિયો મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આસપાસની યુવતીઓ એકઠી થઈને આધેડને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ ધૂમ વાયરલ થયો છે જેમાં રણચંડીઓએ મળીને મનચલા આધેડને ધોઈ નાખ્યો છે. એક તરફ દૃેશમાં બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે યુવતીના મતે તેનો વીડિયો ઉતારનાર શખ્સના આવા હાલ કરવાથી સમાજમાં એક સ્ટ્રોંગ મેસેજ જશે કે દૃીકરીઓ અબળા નથી સબળા છે તેમની છેડતી કરી તો ભારે પડશે.
આ બનાવમાં દૃીકરીઓએ આધેડની ધોલાઈ કર્યા બાદૃમાં પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવતીની ફરિયાદૃ નોંધીને આરોપી ની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આરોપી જયેશ પટેલ એ.સી રિપેરીંગ નું કામ કરે છે અને ચાર રસ્તા પાસે રહેતો હોવાનું જાણવા મળ્યું છે.
આ મામલે પીડિત યુવતીએ જણાવ્યું કે ’હું અને મારી ફ્રેન્ડ અમે શાક વાળાને ત્યા ઊભા હતા ત્યારે એ ભાઈ નજીકમાં ઊભા હતા તેમના ફોનની લેશ લાઇટ શરૂ હતી અને તેમનો ફોન કાનથી પણ દૃૂર હતો. મને શંકા ગઈ કે કોઈ મારો વીડિયો કે ફોટો લઈ રહૃાું છે એટલે મેં કહૃાું કે અંકલ તમારો ફોન બતાવો. એમણે ફોન ન આપ્યો એટલે મને શંકા ગઈ કે ચોક્કસ મારો વીડિયો છે. મેં તેમનો ફોન ઝૂંટવી લીધો અને ચેક કર્યો તો તેમના ફોનમાંથી વીડિયો નીકળ્યો.
આમ અમદૃાવાદૃની એક દૃીકરીએ એક લંપટને સબક શિખવાડી દૃીધો છે કે જો સહેજ પણ ગેરવર્તણૂક કરી તો આ સમાજ હવે સાંખી લેવોનો નથી અને મેથીપાક મળશે. યુવતીનો આરોપ છે કે જ્યારે તે ફોન ઝૂંટવી અને જઈ રહી હતી ત્યારે લંપટ કાકો તેની પાછળ પાછળ આવી રહૃાો હતો અને તેની સાથે ઝપાઝપી પણ કરી હતી.