કરુણાંતિકા : 4 વર્ષે ભારતમાં માતા-પિતાને મળવા આવતી યુવતીનું ઓસ્ટ્રેલિયાની ફ્લાઇટમાં મોત

કરુણાંતિકા : 4 વર્ષે ભારતમાં માતા-પિતાને મળવા આવતી યુવતીનું ઓસ્ટ્રેલિયાની ફ્લાઇટમાં જ મોત
કરુણાંતિકા : 4 વર્ષે ભારતમાં માતા-પિતાને મળવા આવતી યુવતીનું ઓસ્ટ્રેલિયાની ફ્લાઇટમાં જ મોત

ફ્લાઇટ ઉડાન ભરે તે પહેલા જ મૃત્યુ: વિમાનમાં બેસી ત્યારે જ તબિયત લથડી હતી: યુવતીનું મોત ક્ષયરોગથી થયાનું અનુમાન

મેલબર્નથી ન્યૂ દિલ્હી જતી ક્વાન્ટાસ ફ્લાઈટમાં એક ભારતીય યુવતીનું ગભરામણ થયા બાદ મોત નીપજ્યું છે. તે માત્ર 24 વર્ષની હતી અને છેલ્લા 4 વર્ષમાં તે માતા-પિતાને મળી જ નહોતી. તેવામાં છેવટે એ માતા પિતાને મળવા આવતી હતી અને ફ્લાઈટમાં બેઠી અને સિટ બેલ્ટ બાંધતા જ તેની તબિયત લથડી ગઈ હતી.

કરુણાંતિકા : 4 વર્ષે ભારતમાં માતા-પિતાને મળવા આવતી યુવતીનું ઓસ્ટ્રેલિયાની ફ્લાઇટમાં મોત યુવતી

જોકે યુવતીને લાગ્યું કે કશુ સિરિયસ નથી એટલે સીટ બેલ્ટ પહેરીને બેસી ગઈ હતી પરંતુ ગણતરીની સેક્ધડોમાં તે નીચે નમી ગઈ અને બાદમાં ફ્લાઈટ ક્રૂએ તેની પાસે આવી તપાસ કરી તો તેનું મૃત્યુ નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ફ્લાઈટ હજુ ઊડાન ભરે એ પહેલા જ આ ઘટના બની હતી. આ અંગે જ્યારે યુવતીના માતા-પિતાને જાણ કરવામાં આવી તો તેઓને ધ્રાસકો પડ્યો હતો.

તેમણે દીકરી 4 વર્ષ બાદ ભારત આવતી હોવાથી બધી જ તૈયારી કરી રાખી હતી અને ઉજવણીના માહોલમાં હતા. તેવામાં દીકરીનું ફ્લાઈટમાં જ મોત થઈ જવાની વાત સાંભળતા જ ઘરમાં શોકનો માહોલ પ્રસરી ગયો હતો. ઉલ્લેખનીય છે કે તેમના માતા-પિતાએ કહ્યું કે અમારી દીકરીને એવી કોઈ બીમારી જ નહોતી કે ફ્લાઈટમાં અચાનક તેનું મોત નીપજ્યું.

કરુણાંતિકા : 4 વર્ષે ભારતમાં માતા-પિતાને મળવા આવતી યુવતીનું ઓસ્ટ્રેલિયાની ફ્લાઇટમાં મોત યુવતી

બીજી બાજુ હવે આનું મોત કઈ રીતે થયું એ પણ રહસ્ય છે અને એની પ્રાથમિક તપાસ કરાશે એવા અહેવાલો મળી રહ્યા છે. આ દરમિયાન એવું માનવમાં આવી રહ્યું છે કે યુવતી મનપ્રીત કૌરનું મોત ક્ષય રોગથી પણ થયું હોઈ શકે છે.

કરુણાંતિકા : 4 વર્ષે ભારતમાં માતા-પિતાને મળવા આવતી યુવતીનું ઓસ્ટ્રેલિયાની ફ્લાઇટમાં મોત યુવતી

આ એક સંક્રામક બીમારી છે, જે મોટાભાગે ફેફસાને અસર કરે છે. મનપ્રીતના રૂમમેટ કુલદીપનું કહેવું છે કે, તે ઓસ્ટ્રેલિયા પોસ્ટમાં કામ કરતી હતી. જોકે આ લંગ્સ ઈન્ફેક્શનને લીધે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી અને બાદમાં મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here