શહેરના વસ્ત્રાપુરમાં લગ્ને લગ્ને ફુવારા પતિનો પત્નીએ જ ભાંડો ફોડ્યો હોવાની ઘટના સામે આવી છે. પત્નીએ ખોટા ડોક્યુમેન્ટ આધારે અન્ય યુવતી સાથે લગ્ન કરી પોતાની સાથે ઠગાઈ કરી હોવાનો પતિ પર આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવી છે. ૨૧ વર્ષના લગ્ન જીવનમાં હવે નવો વળાંક આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
વસ્ત્રાપુરમાં પત્નીએ જ પતિનો ભાંડો ફોડતા ૨૧ વર્ષ બાદ પતિનો અસલી ચહેરો સામે આવ્યો છે. ખોટા ડોક્યુમેન્ટથી અન્ય યુવતીઓ સાથે પણ લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું અને સાથે-સાથે અન્ય યુવતીઓ સાથે પણ લગ્ન કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે, પત્નીને તો આ વાતની જાણ જ ન હતી પણ મેટ્રી મોનિયલ સાઇટ થકી લગ્ન કરવા જતા અન્ય યુવતીએ આ ભાંડો ફોડી આરોપીની પત્નીને જાણ કરી હતી.
લગ્ને લગ્ને કુવારા એવી કહેવત તો સાભળવા મળી છે પણ હવે આ કહેવતને સાર્થક કરતો કિસ્સો અમદાવાદ ના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જેમાં પત્નીએ પતિ પર અન્ય લગ્ન કર્યાના આક્ષેપની સાથે ખોટા ડોક્યુમેન્ટ બનાવીને ૨૧ વર્ષ પહેલા પોતાની સાથે લગ્ન કર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. ઘટનાની વાત કરીએ તો વસ્ત્રાપુરમાં રહેતા રાધાબહેન થાનકીએ પતિ રાજેશ ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ૧૪.૧૨.૧૯૯૯ના રોજ રાજેશ એ તેની સાથે લગ્ન કર્યા. ૨૧ વર્ષના લગ્ન જીવનમાં તેઓના બે સંતાન પણ છે. ટ્રાન્સપોર્ટ નો ધંધો કરતો રાજેશ અન્ય યુવતી સાથે પણ લગ્નનું પ્લાિંનગ કરી રહૃાો હતો. એ દરમિયાન એમપી ની ગરિમા નામની યુવતીને મેટ્રો મોનિયલ સાઇટ પર ખોટા ડોક્યુમેન્ટ પરથી લગ્ન કરવા સંપર્ક કર્યો હતો. આ યુવતીએ તપાસ કરતા રાજેશ અગાઉથી પરિણીત હોવાનું ખુલતા તેને લગ્ન કરવાનું ટાળ્યું અને રાજેશની પત્નીનો સંપર્ક કરી આ બાબતની જાણ કરી. રાધાબહેન એ તપાસ કરી તો પતિના બીજા બે લગ્નનો પણ ભાંડો ફૂટ્યો હતો. જેથી મહિલાએ ફરિયાદ નોંધાવી હોવાનું વસ્ત્રાપુર પીઆઇ આર એમ સરોડે જણાવ્યું છે.