અમદાવાદમાં નોકરી અપાવવાના બહાને યુવતી પર પાંચ લોકોનો ગેંગરેપ

40

રાજકોટની યુવતી પર અમદાવાદમાં નોકરી અપાવવાના બ્હાને ગેંગરેપ કરવામાં આવ્યો હતો. નોકરીના બ્હાને તે યુવતી પર પાંચ જણાએ ગેંગરેપ કર્યો હતો. તેઓએ કેફી પીણુ અને એમડી ડ્રગ્સ પીવડાવી હોટેલ, કાર સાથે જુદા-જુદા સ્થળોએ લઈ જઈ બળાત્કાર કર્યો હતો. અમદાવાદ પશ્ર્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં યુવતીએ આ અંગે ફરિયાદૃ નોંધાવી છે.

યુવતીએ હર્ષદ પટેલ, જીતેન્દ્ર ગોસ્વામી, માલદેવ ભરવાડ સામે ગેંગરેપની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં નીલમ પટેલ અને જયેન્દ્ર પટેલનું પણ નામ છે. તેઓએ યુવતીને ધમકી આપી હતી કે જો તે ફરિયાદ કરશે તો તેને જાનથી મારી નાખશે.