અમદાવાદનાં મેયર બિજલબેને આર્ટિકલ ૩૭૦ને બદલે ૩૬૦ હટાવી હોવાનું આપ્યુ નિવેદન

44

સુરેન્દ્રનગરના સાયલામાં આયોજિત જનસભામાં અમદાવાદના મેયર બિજલબહેન પટેલે બફાટ કર્યો હતો. તેમણે આર્ટિકલ ૩૭૦ના બદલે ૩૬૦ હટાવવામાં આવી હોવાનું નિવેદન આપ્યુ. લીંબડી બેઠકની જવાબદારી અમદાવાદના સત્તાધીશોને સોંપવામાં આવી છે. જેથી બિજલબહેન લીંબડી વિધાનસભામાં ચૂંટણી પ્રચાર કરી રહૃાા છે. જે દરમ્યાન તેઓ આર્ટિકલ ૩૭૦ના બદૃલે ૩૬૦ બોલી ગયા હતા.