અફઘાનિસ્તાન ક્રિકેટર અસગર અફઘાન પરણિત હોવા છતાં કરશે બીજી સગાઇ

84

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના ત્રણ ફોર્મેટ્સના કેપ્ટન અસગર અફઘાન તેના જીવનની નવી ઇનીંગ શરૂ કરવા તૈયાર છે. કાબુલના મિલિડ ઓર્ડર બેટ્સમેને બીજી વખત સગાઈ કરી છે. આ તેના બીજા લગ્ન હશે. તેની પ્રથમ પત્નીના પાંચ બાળકો છે. અસગર એ ત્રણેય ફોર્મેટમાં બેટ્સમેન તરીકે સારો રેકોર્ડ ધરાવતા અફઘાનિસ્તાનના સૌથી સફળ કેપ્ટન છે. અસગર અફઘાનને ૨૦૦૯ માં સ્કોટલેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું. તેણે ૧૧૧ વનડેમાં ૨૪.૫૪ ની સરેરાશ અને ૬૬.૭૨ ના સ્ટ્રાઇક રેટથી ૨૩૫૬ બનાવ્યા છે.

જ્યારે તેણે ૬૯ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૨૧.૧૫ ની સરેરાશ અને ૧૦૭.૫૮ ના સ્ટ્રાઇક રેટથી ૧૨૪૮ રન બનાવ્યા છે. અફઘાન પોતાની કારકિર્દૃીમાં અત્યાર સુધીમાં ૪ ટેસ્ટ મેચ રમ્યા છે અને તેણે ૨૪૯ રન બનાવ્યા છે. અફઘાનિસ્તાનના એક વરિષ્ઠ પત્રકારે અસગર અફઘાનની બીજી સગાઈની જાણકારી આપી છે. પત્રકારે ટ્વિટ કરીને કહૃાું કે, અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના કેપ્ટન અસગર અફઘાન બીજી વખત સગાઈ કરી રહૃાા છે. તેમને પહેલી પત્નીના પાંચ બાળકો છે. જેમા એક છોકરો છે. કેપ્ટનને બીજી ઇનીંગની શુભકામનાઓ.

અસગર અફઘાનને એક શ્રેષ્ઠ કેપ્ટન માનવામાં આવે છે જે અફઘાનિસ્તાન ક્રિકેટ જોયું છે. તેણે ફેબ્રુઆરી ૨૦૧૫ માં મોહમ્મદ નબી પાસેથી ટીમની કપ્તાની જવાબદારી લીધી હતી અને ત્યારબાદ નવા કેપ્ટનની શોધ થઈ નથી. તેણે ૫૬ વનડેમાં અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમની કમાન સંભાળી છે. તેઓએ ૩૬ વાર જીત મેળવી અને ૨૧ વાર હારનો સામનો કરવો પડ્યો. ટીમ એશિયા કપ ૨૦૧૮ માં અફઘાનિસ્તાનની કેપ્ટનશીપ હેઠળ ભારત સાથે મેચ ટાઇ કરવામાં પણ સફળ રહી હતી.