અનંત અને રાધિકાની ગ્રાન્ડ વેડિંગમાં ૨૫૦૦ વાનગીઓ : પ્રાઇવેટ જેટ તૈયાર : રિટર્ન ગીફટમાં કરોડોની વોચ…..

અનંત અને રાધિકાની ગ્રાન્ડ વેડિંગમાં ૨૫૦૦ વાનગીઓ : પ્રાઇવેટ જેટ તૈયાર : રિટર્ન ગીફટમાં કરોડોની વોચ.....
અનંત અને રાધિકાની ગ્રાન્ડ વેડિંગમાં ૨૫૦૦ વાનગીઓ : પ્રાઇવેટ જેટ તૈયાર : રિટર્ન ગીફટમાં કરોડોની વોચ.....

મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમના નાના પ્રિય અનંતના લગ્નમાં કોઈ કસર છોડતા માંગતા નથી. અનંત અંબાણી ૧૨ જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્નમાં બંધનમાં બંધાશે. લગ્નના તમામ કાર્યક્રમો ત્રણ દિવસ સુધી ચાલશે અને ૧૪ જુલાઈના રોજ સમાપ્ત થશે. લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. હાલમાં જ સંગીત અને હલ્દી સમારોહ યોજાયો હતો, જેમાં પરિવારના સભ્યો સિવાય ઘણા ફિલ્મ સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. મુકેશ અંબાણીએ અનંત અને રાધિકાના લગ્ન માટે ખૂબ જ ખાસ તૈયારીઓ કરી છે અને વિદેશી મહેમાનોને પણ આમંત્રણ આપ્યું છે. એટલું જ નહીં તેના માટે એક પ્રાઈવેટ જેટ પણ ખાસ તૈયાર કરવામાં આવ્યું છે.

અનંત અને રાધિકાની ગ્રાન્ડ વેડિંગમાં ૨૫૦૦ વાનગીઓ : પ્રાઇવેટ જેટ તૈયાર : રિટર્ન ગીફટમાં કરોડોની વોચ….. રાધિકા

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં થશે. દેશ અને દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓની યાદીમાં સામેલ મુકેશ અંબાણીએ દરેક રાજ્યોના મુખ્યમંત્રીને આમંત્રણ આપ્યું છે. આટલું જ નહીં વિદેશથી પણ ઘણા VVIP મહેમાનોને બોલાવવામાં આવ્યા છે. લગ્નની તમામ જવાબદારી DNA એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક પ્રાઈવેટ લિમિટેડ સંભાળશે.

અનંત અને રાધિકાની ગ્રાન્ડ વેડિંગમાં ૨૫૦૦ વાનગીઓ : પ્રાઇવેટ જેટ તૈયાર : રિટર્ન ગીફટમાં કરોડોની વોચ….. રાધિકા

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે મુંબઈમાં ઘર ‘એન્ટિલિયા’ ખાતે શિવ શકિત પૂજાનું આયોજન કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે મહેંદી સેરેમની અને ગરબા નાઈટ ૧૦ જુલાઈએ જ યોજાશે. આ પ્રસંગે રણવીર સિંહ, શનાયા કપૂર, અનન્યા પાંડે, સંજય દત્ત સહિત અનેક બોલિવૂડ સેલેબ્સ હાજર રહ્યા હતા. અગાઉ, મુકેશ અને નીતા અંબાણીના પુત્ર અને ભાવિ પુત્રવધૂની હલ્દી સમારોહ, મામેરુ વિધિ અને સંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા સ્ટાર્સે ભાગ લીધો હતો

મુકેશ અંબાણીના સમગ્ર પરિવારને Z Plus સુરક્ષા હેઠળ રાખવામાં આવશે. ISOS (ઇન્ટિગ્રેટેડ સિક્યુરિટી ઓપરેટિંગ સિસ્ટમ) સેટઅપ પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. BKCમાં ૧૦ NSG કમાન્ડો અને પોલીસ અધિકારીઓ, ૨૦૦ આંતરરાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ્સ, ૩૦૦ સુરક્ષા સભ્યો અને ૧૦૦ થી વધુ ટ્રાફિક અને મુંબઈ પોલીસ કર્મચારીઓની સુરક્ષા ટીમ તૈનાત કરવામાં આવશે.

અનંત અને રાધિકાની ગ્રાન્ડ વેડિંગમાં ૨૫૦૦ વાનગીઓ : પ્રાઇવેટ જેટ તૈયાર : રિટર્ન ગીફટમાં કરોડોની વોચ….. રાધિકા

એવું કહેવામાં આવી રહ્યું છે કે અનંત અને રાધિકા ફ્લેશ મોબ સાથે લગ્નમાં આવશે. તે કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટની દેખરેખ હેઠળ ૬૦ ડાન્સર્સ સાથે પરફોર્મ કરશે. તે જ સમયે, રિલાયન્સ ફાઉન્ડેશનના ‘સ્વદેશ’ના કારીગરો સાથે મળીને મનીષ મલ્હોત્રા દ્વારા લગ્નના તમામ પોશાક ડિઝાઇન કરવામાં આવ્યા છે.

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્નના મેનુની વાત કરીએ તો તેમાં એક હજારથી વધુ વાનગીઓનો સમાવેશ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ૧૦ થી વધુ આંતરરાષ્ટ્રીય શેફ આ વાનગીઓ તૈયાર કરશે.

અનંત અને રાધિકાની ગ્રાન્ડ વેડિંગમાં ૨૫૦૦ વાનગીઓ : પ્રાઇવેટ જેટ તૈયાર : રિટર્ન ગીફટમાં કરોડોની વોચ….. રાધિકા

આ ઉપરાંત VVIP મહેમાનો માટે ખાસ રિટર્ન ગિફ્ટ તૈયાર કરવામાં આવી છે અને આ કરોડોની કિંમતની ઘડિયાળો છે. આ રિટર્ન ગિફ્ટ ઘણા રાજ્યોમાંથી બનાવવામાં આવી છે અને લાવવામાં આવી છે. ઘડિયાળો માત્ર VVIP મહેમાનો માટે જ હશે અને બાકીના રાજકોટ, કાશ્મીર અને બનારસના મહેમાનો માટે રિટર્ન ગિફ્ટ તૈયાર કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here