સાબરકાંઠાના તલોદ તાલુકાના અણીયોડ ગામના પરીવારે આત્મવિલોપનની ચીમકી આપતા તંત્રમાં દોડધામ મચી છે. પિતાની હત્યાનો મુખ્ય આરોપી ન પકડાતા મૃતકના પરિવારે આત્મવિલોપનની ચીમકી આપતો વીડિયો જારી કર્યો છે. પરીવારે મુખ્ય કથિત આરોપી રણજીતસિંહ સામે આરોપ મૂક્યા છે.
રણજિતસિંહ ભાજપનો સક્રિય કાર્યકર છે. કથીત મુખ્ય આરોપી રણજિતસિંહની અઠવાડીયામાં ધરપકડ નહી થાય તો પરીવારે ડી.એસ.પી કચેરીએ કેરોસીન છાંટી આત્મ વિલોપનની ચીમકી આપી છે.