હિમાચલ પ્રદેશ કોંગ્રેસે આંદોલન કરવાની ધમકી આપી
હિમાચલ પ્રદેશ કોંગ્રેસે અટલ ટનલમાંથી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના નામની તકતી હટાવી દેવાના પગલાનો જોરદાર વિરોધ કરવાની ધમકી ઉચ્ચારી હતી. અટલ ટનલનું ઉદ્ઘાટન આ માસની ત્રીજી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. રણનીતિક રીતે મહત્વપૂર્ણ અટલ સુરંગ જે મનાલીના લાહૌલ-સ્પીતિ ઘાટી સાથે જોડે છે અને આ ટનલ લેહ અને લદ્દાખ વચ્ચેના પ્રવાસને પાંચ કલાક જેટલો ઘટાડે છે.
આ સુરંગ ભારતીય લશ્કરનાં વાહનોની અવરજવરને ઝડપી બનાવવા માટે તૈયાર કરાઇ હતી. હિમાચલ પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ એવો આક્ષેપ કર્યો હતો કે ટનલના ઉદ્ઘાટન પહેલાં સોનિયા ગાંધીના નામની તકતી હટાવી દેવામાં આવી હતી. તેમણે એવી ધમકી આપી હતી કે શિલાન્યાસની તકતી ફરી ગોઠવવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રવ્યાપી આંદોલન કરશે.
હિમાચલ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કુલદીપ સિંહ રાઠોડે રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુરને જણાવ્યું હતું કે આ બિનલોકશાહી પગલું હતું અને આ તકતી તેમજ શિલાન્યાસનો પથ્થર ફરી મૂકો નહીંતર આંદૃોલન થશે જેની જવાબદારી તમારી રહેશે.
હિમાચલ પ્રદેશ કોંગ્રેસના બે નેતાઓ હરિ ચંદ શર્મા અને જિયાચેન ઠાકુરે પોલીસ ફરિયાદૃ પણ નોંધાવી હતી. કોંગ્રેસનું કહેવાનું એવું છે કે ૨૦૨૦ના જૂનની ૨૮મીએ સોનિયા ગાંધીએ રોહતાંગ સુરંગ પ્રોજેકટની આધારશિલા ગોઠવી હતી. એની તકતી હટાવી શકાય નહીં.