૨૦૨૩માં નિફટીએ રચ્‍યો ઇતિહાસ : ઇન્‍વેસ્‍ટરોને આપ્‍યુ ૧૮% રિટર્ન

૨૦૨૩માં નિફટીએ રચ્‍યો ઇતિહાસ : ઇન્‍વેસ્‍ટરોને આપ્‍યુ ૧૮% રિટર્ન
૨૦૨૩માં નિફટીએ રચ્‍યો ઇતિહાસ : ઇન્‍વેસ્‍ટરોને આપ્‍યુ ૧૮% રિટર્ન
વર્ષ ૨૦૨૩નો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્‍બર સતત ઇતિહાસ રચી રહ્યો છે. ૧૯મી ડિસેમ્‍બર મંગળવારના રોજ ઉતાર-ચઢાવથી ભરેલા એક દિવસમાં પણ સેન્‍સેક્‍સ-નિફ્‌ટી નવી ઓલ-ટાઇમ હાઈ પર પહોંચી ગયા.

Visit Saurashtra Kranti Homepage here

ટ્રેડિંગ દરમિયાન સેન્‍સેક્‍સ ૭૧૬૨૩.૭૧ની નવી ટોચે પહોંચ્‍યો હતો અને નિફ્‌ટી ૨૧,૫૦૫.૦૫ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્‍યો હતો. જોકે, બાદમાં સેન્‍સેક્‍સ ૧૨૨ પોઈન્‍ટના ઉછાળા સાથે ૭૧,૪૩૭ પર બંધ થયો હતો. તે જ સમયે, નિફ્‌ટી પણ ૨૭ પોઈન્‍ટના વધારા સાથે ૨૧,૪૪૫ના સ્‍તરે બંધ રહ્યો હતો. નિફ્‌ટીએ આ વર્ષે અત્‍યાર સુધીમાં ૧૮ ટકાનું વળતર આપ્‍યું છે.નિફ્‌ટીએ બનાવ્‍યો રેકોર્ડઃ  આ વર્ષે નિફ્‌ટીએ નવો રેકોર્ડ બનાવ્‍યો છે. ૮ ડિસેમ્‍બરે જ તે ૨૧૦૦૦ પોઈન્‍ટનું સ્‍તર વટાવી ગયું હતું અને હવે તે ૨૨૦૦૦ હજાર તરફ આગળ વધી રહ્યું છે. ચાલુ વર્ષમાં નિફ્‌ટીમાં ૨૯૦૦ પોઈન્‍ટનો જબરદસ્‍ત ઉછાળો જોવા મળ્‍યો છે.

૩૦ ડિસેમ્‍બર, ૨૦૨૨ના રોજ તે ૧૮,૧૦૫ના સ્‍તરે હતો. આ સમયગાળા દરમિયાન ઘણા ઉતાર-ચઢાવ આવ્‍યા. નિફ્‌ટીએ આ સમયગાળા દરમિયાન રોકાણકારોને ૧૮ ટકાનો સારો નફો આપ્‍યો છે. આમાં પણ તેણે છેલ્લા મહિનામાં જ નવ ટકાનો નફો આપ્‍યો છે. એટલું જ નહીં, નિફ્‌ટીની માર્કેટ મૂડી પણ ૪.૨૮ ટ્રિલિયન ડૉલર પર પહોંચી ગઈ છે.રોકાણકારો માટે બમ્‍પર કમાણી :આ વર્ષે BSEની માર્કેટ મૂડીમાં પણ જબરદસ્‍ત ઉછાળો આવ્‍યો છે, જે ૩૫૦ લાખ કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયો છે. ૩૦ ડિસેમ્‍બર, ૨૦૨૨ના રોજ તે રૂ. ૨૮૨.૩૮ લાખ કરોડ હતો, જે ૮ ડિસેમ્‍બર, ૨૦૨૩ના રોજ વધીને રૂ. ૩૪૮.૮૪ લાખ કરોડ થયો છે. આ વર્ષે માર્કેટ મૂડીમાં રૂ. ૬૬,૪૬,૩૬૩.૬૭ કરોડનો વધારો થયો છે.

Read National News : Click Here

ભારતના બંને સૂચકાંકો વૈશ્વિક બજાર પર વર્ચસ્‍વ જાળવી રાખે છે અને નિફ્‌ટી ચોથા સ્‍થાને પહોંચી ગયો છે અને વળતરની દ્રષ્ટિએ સેન્‍સેક્‍સ પાંચમા સ્‍થાને પહોંચી ગયો છે. અમેરિકન નાસ્‍ડેક પ્રથમ સ્‍થાને છે જેણે આ વર્ષે લગભગ ૩૮.૦૬ ટકા વળતર આપ્‍યું છે. તે જ સમયે, જાપાનના નેક્કાઈએ ૨૫.૬૩ ટકાનું વળતર આપ્‍યું છે. અમેરિકન ઇન્‍ડેક્‍સ S&N P૫૦૦ ત્રીજા નંબરે છે, જેણે લગભગ ૨૦ ટકા વળતર આપ્‍યું છે. તે જ સમયે, ચીનના શેનઝેન કમ્‍પોઝિટનું વળતર -૧૪.૦૬ ટકા રહ્યું છે.

૨૦૨૪માં ભારતીય શેરબજારમાં ૧૦ ટકા વળદ્ધિ થવાની સંભાવના છે.HDFC સિકયોરિટીઝે મંગળવારે આ અનુમાન લગાવ્‍યું હતું. તેના મેનેજિંગ ડાયરેક્‍ટર અને ચીફ એક્‍ઝિકયુટિવ ઓફિસર (CEO) ધીરજ રેલીએ જણાવ્‍યું હતું કે વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત બાદ રોકાણકારોએ કેન્‍દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટી ચાલુ રહેવાની ધારણામાં ભાવ નક્કી કરવાનું શરૂ કર્યું છે. આવી સ્‍થિતિમાં, સામાન્‍ય ચૂંટણીના પરિણામોની બજાર પર મર્યાદિત અસર થઈ શકે છે. મોંઘવારી દરમાં નરમાઈ અને RBI દ્વારા રેપો રેટમાં ઘટાડાને કારણે ૨૦૨૪ના બીજા ભાગમાં બજારમાં વધારો જોવા મળી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here