હવે ટોલનાકે ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ:GPS દ્વારા ટોલટેક્ષ ઉઘરાવાશે

હવે ટોલનાકે ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ:GPS દ્વારા ટોલટેક્ષ ઉઘરાવાશે
હવે ટોલનાકે ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ:GPS દ્વારા ટોલટેક્ષ ઉઘરાવાશે
આવતા વર્ષે માર્ચ 2024 સુધીમાં હાઈવે પર મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ખરેખર સરકાર જીપીએસ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ દાખલ કરવા જઈ રહી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ પોતે આ જાણકારી આપી છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમણે કહ્યું કે, હાઈવે ટોલ પ્લાઝાની હાલની સિસ્ટમને બદલવા માટે સરકાર આવતા વર્ષે માર્ચ સુધીમાં જીપીએસ-આધારિત ટોલ-ટેક્સ કલેક્શન સિસ્ટમ સહિત નવી તકનીકો દાખલ કરવા જઈ રહી છે. જેના લીધે હવે ટોલનાકે ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. ગડકરીએ જણાવ્યું હતું કે, સરકાર દેશમાં ટોલ પ્લાઝા સિસ્ટમમાં પરિવર્તન લાવવા માટે જીપીએસ-આધારિત ટોલ સિસ્ટમ સહિતની નવી તકનીકો લાવવાનું વિચારી રહી છે. અમે આવતા વર્ષે માર્ચ સુધીમાં દેશભરમાં નવી જીપીએસ આધારિત ટોલ વસૂલાત શરૂ કરીશું.ગડકરીએ જણાવ્યું હતું કે, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે વાહનોને રોક્યા વિના સ્વચાલિત ટોલ કલેક્શનને સક્ષમ કરવા માટે ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન સિસ્ટમના બે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યા છે.

Read National News : Click Here

વર્ષ 2018-19 દરમિયાન ટોલ પ્લાઝા પર વાહનોને સરેરાશ આઠ મિનિટ રાહ જોવી પડી હતી. વર્ષ 2020-21 અને 2021-22માં ફાસ્ટેગ સિસ્ટમના અમલીકરણ સાથે, આ સમય ઘટીને માત્ર 47 સેક્ધડ થઈ ગયો છે. કેટલાક સ્થળોએ, ખાસ કરીને શહેરોની નજીક ગીચ વસ્તીવાળા નગરોમાં ટોલ પ્લાઝા પર રાહ જોવાનો સમય નોંધપાત્ર રીતે સુધર્યો છે, તેમ છતાં આ સમય પીક અવર્સમાં વધે છે.આ દરમિયાન, ગડકરીએ જણાવ્યું હતું કે, આદર્શ આચાર સંહિતા અમલમાં આવે તે પહેલાં સરકાર 1,000 કિલોમીટરથી ઓછી લંબાઈના હાઈવે પ્રોજેક્ટ્સ માટે ’બિલ્ડ-ઓપરેટ-હેન્ડઓવર’ મોડલ પર રૂ. 1.5-2 લાખ કરોડના રોડ પ્રોજેક્ટ્સ લાગુ કરશે. જેના માટે બિડ આમંત્રિત કરશે. એપ્રિલ-મે 2024માં સામાન્ય ચૂંટણી યોજાવાની શક્યતા છે.ગડકરીએ કહ્યું છે કે, માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય વાહનને રોક્યા વગર ઓટોમેટિક ટોલ કલેક્શનને સક્ષમ બનાવવા માટે ઓટોમેટિક નંબર પ્લેટ ઓળખ સિસ્ટમ ચલાવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here