સુરત:વીર નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં મૂકી 200 અને 500ની નોટ

સુરત:વીર નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં મૂકી 200 અને 500ની નોટ
સુરત:વીર નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં મૂકી 200 અને 500ની નોટ
સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 6 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરવા માટે ઉત્તરવહીમાં 200 અને 500ના દરની ચલણી નોટો મૂકી પાસ કરી દેવા વિનંતી કરી હતી. આ પ્રકારના કૃત્યને લઈ યુનિવર્સિટી તંત્ર દ્વારા તાત્કાલિક જ એક્શનમાં આવ્યું છે .

Visit Saurashtra Kranti Homepage here

સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો સુરતમાં વિદ્યાર્થીઓએ હદ વટાવી છે.પરીક્ષામાં  પાસ થવા માટે ઉત્તરવહીમાં  રોકડ રૂપિયા મૂકી પાસ કરવા માટે પેપરમાં વિનંતી કરતું લખાણ કર્યું હતું . વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મુખ્ય જાહેર પરીક્ષામાં આ પ્રકારની ઘટના બની છે .  યુનિવર્સિટીના 6 વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં 500 અને 200ની નોટ મૂકીને લખ્યું છે કે સાહેબ, ઘણા સમયથી ફેલ થઈ રહ્યો છું, પાસ કરી દેજો. જોકે, ઉત્તરવહીમાં નોટ મૂકવાનાર વિદ્યાર્થીઓનું પ્રમાણ વધતું દેખાય રહ્યું ફરીથી આ પ્રકારની ઘટના બનતા ચિંતાનો વિષય છે.ઓક્ટોબર મહિનામાં એટીકેટીની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 6 વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં. 500 અને 200ની નોટ મૂકી હતી. નોટ મુકનાર 6 વિદ્યાર્થી સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને જે વિષયમાં નોટ નીકળી હતી તેમાં 0 માર્ક્સ આપવાની સાથે 500ની પેનલ્ટી કરાઈ હતી.

Read National News : Click Here

આ  ઉપરાંત ઉત્તરવહીમાં મૂકેલી 500 અને 200ની નોટો 6 વિદ્યાર્થીને પરત કરાઈ હતી. ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકવાનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે. જેથી તેના નિયમમાં ફેરફાર કરવાની વિચારણા ચાલી રહી છે.જેમાં નવા નિયમ અનુસાર કોઈ વિદ્યાર્થી ચલણી નોટ ઉત્તરવહીમાં મૂકશે તો પ્રાથમિકમાં તેનું કાઉન્સેલિંગ કરાશે અને એ કર્યા બાદ પણ ચલણી નોટ મૂકે છે તો પછી તે વિદ્યાર્થીની ફરિયાદ ACB માં કરાશે. આટલું જ નહીં, 2,500 પેનલ્ટીથી માંડીને એક વર્ષ સુધી સસ્પેન્ડ કરવા સુધીનો નિયમ પણ લવાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here